બોલીવુડ ફિલ્મોનો બહિષ્કાર બાબતે અર્જુન કપૂરના જનતા વિરોધી નિવેદન બાદ આ એક્ટર પણ આવ્યો સામે - khabarilallive
     

બોલીવુડ ફિલ્મોનો બહિષ્કાર બાબતે અર્જુન કપૂરના જનતા વિરોધી નિવેદન બાદ આ એક્ટર પણ આવ્યો સામે

હાલમાં બૉલીવુડની જેટલી પણ ફિલ્મો રિલીઝ થઈ રહી છે, તેને બોયકોટનો સામનો કરવો પડી રહ્યો છે. પછી ભલે એ આમિર ખાન હોય કે અક્ષય કુમાર. મોટા મોટા સ્ટાર્સની ફિલ્મોનો બહિષ્કાર કરવામાં આવી રહ્યો છે અને તેની અસર સીધી પોકસ ઓફિસ પર જોવા મળે છે. હવે તો જે ફિલ્મો રિલીઝ નથી થઈ, એ પણ આ ‘સુનામી’નાં લપેટામાં આવી ગઈ છે.

આ ફિલ્મોમાં પઠાન, લાઈગર, વિક્રમ વેધા સહિત ઘણી બિગ બજેટ ફિલ્મો સામેલ છે. હવે આના પર હાલમાં જ રિલીઝ થયેલ ‘ડાર્લિંગ્સ’નાં એક્ટર વિજય વર્માએ રીએક્શન આપ્યું છે. તેમને ‘બૉયકોટ કલ્ચર’ ખૂબ જ ભયાવહ લાગી રહ્યું છે. આ સાથે જ તેમણે એમ પણ કહ્યું કે હવે પાણી માથા પરથી વહી રહ્યું છે. 

વિજય વર્માની ફિલ્મ ‘ડાર્લિંગ્સ’ હાલમાં જ રિલીઝ થઈ છે અને આ ફિલ્મને પણ બૉયકોટનો સામનો કરવો પડ્યો છે, આ બાબતને લઈને વિજય વર્મા કહે છે કે તેમને કેન્સલ અને બૉયકોટ કલ્ચર ખૂબ જ ભયાવહ લાગે છે. તેમણે તેને સમજવાની કોશિશ કરી, પરંતુ જવાબ ન મળ્યો. 

ઉદાહરણ આપીને પૂછ્યો સવાલ 
વિજય આગળ કહે છે કે ઉદાહરણ માટે હું રાજસ્થાનમાં એક ઘરમાં જાઉં છું જ્યાં મને ચિત્તા અને વાઘની સ્કીન જોવા મળે છે. જ્યારે એ ઘર બન્યું હશે, ત્યારે કદાચ મરેલા પ્રાણીઓની સ્કીન ડિસ્પ્લે કરવી નોર્મલ વાત હશે.

હવે આપણે સમજી ગયા છીએ કે વન્યજીવો તથા પ્રાણીઓ માટે આ કેટલું ખતરનાક અને ક્રૂર છે. પરંતુ તે સમયનાં લોકો, એક પરિવાર જેની ચાર જનરેશન સુધી પ્રાણીઓની સ્કીન જમીન પર જોઈ અને ખુદને એજ્યુકેટ ન કર્યા. શું આપણે તેમને કેન્સલ કરી શકીએ?

મારી પાસે આનો જવાબ નથી 
વિજય આગળ સમજાવે છે કે જો તેમણે ખુદને શિક્ષિત ન કર્યા હોત અને વર્તમાન સમય સાથે તાલમેલ ન બેસાડયો હોત, તો શું આપણે તેમની સાથે આટલા ખરાબ થઈ જશું અને અસભ્ય રીતે તેમને કેન્સલ કરી દેશુ? આ એવા વિચાર છે, જે વિશે હું વિચારતો રહું છું. મારી પાસે હકીકતે કોઈ જવાબ નથી.

મને લાગે છે કે એજ્યુકેશન અને ટાઈમને પકડવો ખૂબ જ આવશ્યક છે. પરંતુ ટાઈમ અને ટ્રેન્ડ્સ ઘણા ઝડપથી બદલાઈ રહ્યા છે. એક કોમેડિયન, જેણે 10 વર્ષ પહેલા કંઇક કહ્યું હશે, શું આ સમયે તે લાઈનો ફરી આવી શકે છે.  

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *