આફતના એંધાણ ગુજરાત ઉપર હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ એ કરી આ તારીખોમાં જોરદાર વરસાદની આગાહી - khabarilallive
     

આફતના એંધાણ ગુજરાત ઉપર હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ એ કરી આ તારીખોમાં જોરદાર વરસાદની આગાહી

અરબી સમુદ્રમાં ડિપ્રેશન શક્રિય થયું હોવાથી વરસાદની આગાહી છે.રાજ્યમાં આગામી 3 દિવસ યથાવત વરસાદી માહોલ રહેવાની આગાહી હવામાન વિભાગે કરી છે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. અહીં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી આવી છે.

તો 15 અને 16 ઓગસ્ટના એકાદ વિસ્તારમાં ભારે વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. આગામી 3 દિવસ માછીમારોને દરિયો ન ખેડવા સૂચના છે. તો રાજ્યના બંદરો પર સિગ્નલ નંબર 1 લગાવવાયું છે.
 
ગુજરાતના હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલની આગાહી અનુસાર રાજ્યમાં 12 ઓગસ્ટ પછી ધોધમાર વરસાદને લઈને શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. અંબાલાલ પટેલે રાજ્યના વરસાદ માટે ચોથા રાઉન્ડને લઈને આગાહી વ્યક્ત કરી છે.

આગામી 24 થી 48 કલાક રાજ્યના અનેક વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદને લઈને પટેલે શક્યતા વ્યક્ત કરી છે. ગુજરાતમાં ફરી એકવાર વરસાદી માહોલ જોવા મળ્યો છે. ત્યારે અંબાલાલ પટેલની આગાહી અનુસાર રાજ્યમાં 14 ઓગસ્ટ પછી ધોધમાર વરસાદને લઈને શક્યતા વ્યક્ત કરવામાં આવી છે.

ઓગસ્ટ મહિનામાં અંબાલાલ પટેલે સૌરાષ્ટ્ર દક્ષિણ ગુજરાતના અનેક વિસ્તારમાં ધોધમાર વરસાદને લઈને એંધાણો વ્યક્ત કર્યા હતા. અંબાલાલ પટેલની આગાહી અનુસાર રાજ્યમાં 13 જુલાઈ સુધી સારા વરસાદ થવાના એંધાણો વ્યક્ત કરવામાં આવ્યા હતા, જે સચોટ સાબિત થયા છે.

અંબાલાલ પટેલે રાજ્યમાં સારા વરસાદને લઈને ફરી એક આગાહી કરી છે. જેમાં વલસાડ, સુરતમાં સારા વરસાદ પડશે. જ્યારે મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદના આકરા એંધાણો વ્યક્ત કર્યા છે, એટલે અહીં ભારેથી અતિભારે વરસાદના કારણે ફરી પૂર આવે એવી સંભાવના જણાવી છે.

સરદાર સરોવર નર્મદા ડેમના પાંચ દરવાજા ખોલવામાં આવ્યા છે. ઉપરવાસમાંથી વરસાદના કારણે નર્મદા ડેમની જળ સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. જેના કારણે ડેમનું રૂલ લેવલ જાળવવા માટે ડેમના પાંચ દરવાજા ખોલવામાં આવ્યા.

આ  સીઝનમાં પહેલીવાર ડેમના દરવાજા એક મીટર સુધી ખોલવામાં આવ્યા છે.ડેમ મહત્તમ જળસપાટીથી 5.17 મીટર દૂર છે. નર્મદા નદીમાં તબક્કાવાર 10 હજારથી 1.50 લાખ ક્યુસેક પાણી છોડાવામાં આવશે, જે પહેલા નર્મદા નદીના કાંઠા વિસ્તારના વડોદરાના 3 તાલુકા અને ભરૂચના કાંઠા વિસ્તારના લોકોને અલર્ટ પણ કરાયા છે.

વરસાદે ગીર સોમનાથના ગ્રામ્ય વિસ્તારની મુશ્કેલીઓ વધારી દીધી છે. કોડીનાર તાલુકાના ફાચરિયા ગામે બે દિવસથી બજારોમાં નદીની જેમ પાણી વહી રહ્યા છે. ગીરના જંગલમાં ગુરુવારે વરસેલા ભારે વરસાદ બાદ ખેતરના પાણી કુદરતી ઢાળના કારણે ફાચરિયા ગામમાં પહોંચ્યા છે.જેના કારણે ખેતરોમાં પાણી ફરી વળતા ખેડૂતોને પાકમાં નુકસાન થવાની ચિંતા છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *