સાવધાન થઈ જજો આવા ફોનથી વીજળી વિભાગ બનીને 30 રૂપિયા બચાવવાના ચક્કરમાં 97 હજાર ગયા - khabarilallive
     

સાવધાન થઈ જજો આવા ફોનથી વીજળી વિભાગ બનીને 30 રૂપિયા બચાવવાના ચક્કરમાં 97 હજાર ગયા

દેશમાં વધી રહેલા સાયબર ક્રાઈમના કેસ ખરેખર ચિંતાનું કારણ છે. જોકે સાયબર ક્રાઈમ બ્રાન્ચ આ કેસોમાં ઘણી મદદ કરે છે. પરંતુ કડક નિયમો અને કડક સજાની સાથે નાગરિકોમાં પણ જાગૃતિ હોવી જોઈએ જેથી તેઓ જાળમાં ફસાઈ ન જાય અને પોતાના પૈસાની રક્ષા કરી શકે.

હાલમાં જ ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદમાંથી સાયબર ક્રાઈમનો એક ગંભીર કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. તો વળી ગુજરાતમાં પણ આવી અનેક ઘટનાઓ સામે આવતી હોય છે. તેવામાં દરેક વ્યક્તિએ આવી છેતરપિંડીથી બચવા શું ધ્યાન રાખવું જોઈએ તે અમે આપને જણાવીશું. 

ગાઝિયાબાદમાં રહેતી અંજલિ રાણાએ કરેલી ફરિયાદ મુજબ તેમણે અજાણ્યા નંબર પરથી ફોન આવ્યો હતો. ફોન કરનાર વ્યક્તિ વિદ્યુત વિભાગના અધિકારી છે તેવું કહ્યું. આ વ્યક્તિએ પીડિતને વીજળીનું બિલ અપડેટ કરવાનું કહ્યું અને કહ્યું કે બિલમાં 30 રૂપિયાથી ઓછા છે. 30 રૂપિયા બચાવવાના ચક્કરમાં અંજલિ હેકરના ચક્કરમાં ફસાઈ ગઈ.

આરોપીએ અંજલિને Paytm નંબર પર 30 રૂપિયા મોકલવાનું કહ્યું અને પૈસા આવતા જ તેનો ફોન હેક કરી લીધો. આ પછી પીડિતને 97,000 રૂપિયા કાપવાનો મેસેજ આવ્યો, જેના પછી તેને ખબર પડી કે તેની સાથે છેતરપિંડી થઈ છે.

ગાઝિયાબાદની રહેવાસી અંજલિ રાણાએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે અને કેસ નોંધ્યો છે. સાયબર સેલની મદદથી મામલાની પૂરી તપાસ કરવામાં આવી રહી છે. સ્ટેશન ઈન્ચાર્જનું કહેવું છે કે ટૂંક સમયમાં જ આરોપીઓની ધરપકડ કરવામાં આવશે.

વીજ કંપનીના નામે મસમોટું ષડયંત્ર ચાલી રહ્યું છે. વીજબિલના નામે લોકો સાથે છેતરપિંડી આચરવામાં આવી છે. એટલે કે જો તમને તમારું વીજ કનેકશન કપાઈ જશે એવો મેસેજ આવે તો ચેતી જજો. તમારુ બાકી લાઈટબીલ ભરવાનું છે તેવો કોલ આવે તો સાવધ થઇ જજો નહીં તો છેતરાઇ જશો.

સૌ પહેલા તો સાયબર માફિયાઓ ગ્રાહકોને ફોન કરે છે. બાદમાં ગ્રાહકને વીજબીલ પ્રોસેસ થવાનું બાકી છે તેમ કહેવામાં આવે છે. ગ્રાહકને એવું ઠસાવી દેવાય છે કે પેમેન્ટ ભલે કર્યું છે પરંતુ તે ઓનલાઈન બતાવતું નથી. ઠગબાજ ગ્રાહકને ટીમ વ્યુઅર એપ ડાઉનલોડ કરવાનું કહે છે.

બાદમાં જો ગ્રાહક ટીમ વ્યુઅર એપ ડાઉનલોડ કરે છે તો તેના મોબાઈલનો કંટ્રોલ મળે છે. બાદમાં ગ્રાહકને ઓનલાઈન પેમેન્ટની ફરજ પાડવામાં આવે છે. ટીમ વ્યુઅરના પાસવર્ડથી ગ્રાહકની તમામ વિગતો ઠગબાજને મળી જાય છે. આમ, આ રીતે સંપૂર્ણ માસ્ટર પ્લાન ઘડાય છે કે જેના દ્વારા વીજ વપરાશકારોને વીજળીથી પણ તીવ્ર ઝટકો મળે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *