ગુજરાતમાં આગામી 4 દિવસ આ જિલ્લાઓમાં મેઘાના બંધાયા ફરી એંધાણ - khabarilallive
     

ગુજરાતમાં આગામી 4 દિવસ આ જિલ્લાઓમાં મેઘાના બંધાયા ફરી એંધાણ

ગુજરાતમાં આગામી ચાર દિવસ સામાન્ય વરસાદની  આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના  જણાવ્યા મુજબ આગામી ચાર દિવસ રાજ્યમાં ભારે વરસાદની શક્યતા નહીંવત છે. દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ પડશે જ્યારે કે અમદાવાદમાં પણ સામાન્ય વરસાદ રહેશે. આ ઉપરાંત એક થી બે ડિગ્રી તાપમાન પણ વધવાની શક્યતા છે.

ક્વાંટ તાલુકામાં ધોધમાર વરસાદ
છોટાઉદેપુરના ક્વાંટ તાલુકામાં ધોધમાર વરસાદ વરસ્યો છે. ભારે વરસાદને પગલે રૂમડીયા ગામ નજીક દુધવાલ નદીમાં પાણીની આવક વધી છે.દુધવાલ નદીની સામે કિનારે શાળાના બાળકો ફસાયા હતા. બાળકોને ખભા ઉપર બેસાડી નદી પાર કરાવતા વીડિયો સામે આવ્યો હતો.વાલીઓ જીવના જોખમે બાળકોને લઇ જવા મજબૂર થયા હતા, ત્યારે હાલ તંત્રની કામગીરી પર અનેક સવાલ ઉઠી રહ્યા છે.

સાબરકાંઠાના ઈડર પંથકમાં ધોધમાર વરસાદ વરસ્યો.શનિવારે સતત બીજા દિવસે ભારે વરસાદના પગલે બડોલીની ઘઉંવાવ નદી  બે કાંઠે વહી રહી છે.ધોધમાર વરસાદ વરસતા ઠેરઠેર વરસાદી પાણી ભરાતા લોકોને ભારે હાલાકી પડી હતી.ઈડરમાં છેલ્લા 24 કલાકમાં પોણા ચાર ઇંચ વરસાદ નોંધાયો છે.જયારે તાલુકામાં સિઝનનો અત્યાર સુધીનો 23ઈંચ વરસાદ નોંધાયો છે.

હવામાન વિભાગ દ્વારા આપવામાં આવેલી માહિતી મુજબ ઉત્તરાખંડના દેહરાદૂન, નૈનીતાલ, ટિહરી, પૌરી, ચંપાવત અને બાગેશ્વરમાં ભારે વરસાદની ચેતવણી જારી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર 31 જુલાઈથી 1 ઓગસ્ટ સુધી ભારે વરસાદ થઈ શકે છે.

યુપીમાં કેવું રહેશે હવામાન?હવામાન વિભાગે આજે યુપીના અનેક જિલ્લાઓમાં વરસાદની સંભાવના વ્યક્ત કરી છે. ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં આજે વરસાદ અને ગાજવીજ સાથે વરસાદ પડી શકે છે. ગાઝિયાબાદ અને નોઈડામાં પણ એક કે બે વાવાઝોડું જોવા મળી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *