તારક મેહતા શો ના 14 વર્ષ પૂરા થતા આશિત મોદીએ લીધો મોટો ફેંસલો કર્યા શો અંગે મોટા ખુલાસા - khabarilallive    

તારક મેહતા શો ના 14 વર્ષ પૂરા થતા આશિત મોદીએ લીધો મોટો ફેંસલો કર્યા શો અંગે મોટા ખુલાસા

ટેલિવિઝન નો લોકપ્રિય શો ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ને ૧૪ વર્ષ પૂર્ણ થયા છે અને શૉ ૧૫મા વર્ષમાં પ્રવેશી ચુક્યો છે.આ શો છેલ્લા 14 વર્ષ થી દર્શકો નું મનોરંજન કરતો આવ્યો છે. આજે પણ ટીઆરપી લિસ્ટમાં આ શો આગળ છે. આવામાં એક મીડિયા હાઉસ સાથે ની વાતચીત માં શો ના નિર્માતા અસિતકુમાર મોદી એ આ શો અંગે અમુક ખુલાસા કર્યા છે. 

વાતચીત દરમિયાન આસિત મોદીએ કહ્યું કે આ અમારા માટે ખૂબ જ આનંદની ક્ષણ છે કે શૉએ આ સિદ્ધિ મેળવી છે. આ દર્શકોના પ્રેમ અને ટીમવર્કને આભારી છે. દર્શકો સુધી સારી મનોરંજક વાર્તા અમે રોજ આપતા રહીએ તેવા લક્ષ્ય સાથે અમારા નિર્દેશકો, લેખકો, અભિનેતા અને ક્રૂ સતત મહેનત કરે છે.

આ શો માં વાર્તા ને લઈને કે તેના પાત્રો ને લઇ ને શૉમાં કોઈ બદલાવ જોવા મળશે? આ સવાલનો જવાબ આપતા અસિત મોદી એ જણાવ્યું કે,આ શૉ અને શૉના દરેક પાત્ર લોકોનાં હૃદયમાં સ્થાન ધરાવે છે.

એટલે બદલાવ તો નહીં, પરંતુ હંમેશા કંઈક નવું લાવવાનો પ્રયાસ ચાલુ રહેશે. આગામી દિવસોમાં ગોકુલધામ નિવાસીઓ ક્યાંક ફરવા જઈ શકે, તો ટપ્પુ સેનાનો પણ નવો અંદાજ દર્શકોને જોવા મળશે. સાથે જ શૉમાં નવા પાત્રો પણ ઉમેરીશું.

હવે સિરિયલ માં એ જોવાનું રહશે કે ગોકુલધામ વાસીઓ ક્યાં ફરવા જશે તેમજ ટપુ સેના માં શું  બદલાવ આવશે અને મહત્વની વાત તો એ છે કે શું શો માં નવી દયાભાભી જોવા મળશે કે કેમ એ તો આપણને શો જોઈશું ત્યારે જ ખબર પડશે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *