હવામાનની આગાહી 3 દિવસના તડકા બાદ હવે આ તારીખથી ખેડૂતો રહે તૈયાર શરૂ થશે ત્રીજો રાઉન્ડ ધમાકેદાર - khabarilallive
     

હવામાનની આગાહી 3 દિવસના તડકા બાદ હવે આ તારીખથી ખેડૂતો રહે તૈયાર શરૂ થશે ત્રીજો રાઉન્ડ ધમાકેદાર

રાજ્યમાં ભારે વરસાદ બાદ હવે તડકો નીકળી રહ્યો છે, ત્યારે વીક એન્ડમાં હવામાન કેવું રહેશે તે જાણવું પણ જરૂરી છે. મોટાભાગે લોકો વીક એન્ડ માં એકાદ બે દિવસના પ્રવાસની યોજના બનાવતાં હોય છે. આવામાં જો તમે પણ પિકનિક પ્લાન કરી રહ્યો છો તો તમારા માટે સારા સમાચાર છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, આગામી પાંચ દિવસ ભારે વરસાદની શક્યતા નહીવત છે.

હવામાન વિભાગ અનુસાર, અમદાવાદમાં સામાન્ય વરસાદ પડી શકે છે, પરંતુ ભારે વરસાદની શક્યતા ઘણી ઓછી છે. આ સિવાય દક્ષિણ ગુજરાત અને મધ્ય ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ પડી શકે છે. બીજી બાજુ, વરસાદની શક્યતા ઓછી હોવાને લીધે તાપમાન એકથી બે ડિગ્રી વધી શકે છે.

વરસાદની કોઈ સિસ્ટમ સક્રિય ન હોવાથી રાજ્યભરમાં મોટાભાગે આકાશ ખુલ્લું રહેશે. જોકે, અંબાલાલ પટેલે બીજી ઓગસ્ટથી વરસાદના ત્રીજા રાઉન્ડનું અનુમાન લગાવ્યું. જેમાં 4 ઓગસ્ટથી 10 ઓગસ્ટ સુધી ભારે વરસાદ થવાની સંભાવના છે.

રાજ્યમાં વરસાદની ઝડપ ભલે મંદ પડી હોય પણ વરસાદનો ધમધોકાર ત્રીજો રાઉન્ડ શરુ થવાની તૈયારીમાં છે. તો આ તરફ જુલાઈ મહિનામાં પડેલો વરસાદ આ પહેલા જ 50 વર્ષ જૂનો રેકોર્ડ તોડી ચૂક્યો છે. રાજ્યમાં વરસાદની ધમધોકાર મહેરે સર્વત્ર પાણી પાણી કરી નાખ્યું છે. મેઘમહેરથી રાજ્યમાં અત્યર સુધી વરસાદનો 70 ટકા વરસાદ પડી ચૂક્યો છે પરંતુ હજી પણ વરસાદનો ત્રીજો રાઉન્ડ બાકી હોવાનું ચર્ચાઇ રહ્યું છે.

ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી પડેલા વરસાદની નદી અને જળાશયોની સ્થિતી જોઈએ તો, ગુજરાતના 55 ડેમમાં 90 ટકાથી વધારે પાણીનો જથ્થો આવી ચૂક્યો છે. ગુજરાતના 6 ડેમમાં 80 ટકાથી 90 ટકા પાણી ભરાયું છે. જ્યારે 17 ડેમમાં 70થી 80 ટકા પાણી આવ્યું છે. પરંતુ હજુ ગુજરાતના 128 ડેમમાં 70 ટકાથી ઓછું પાણી છે. બીજી તરફ નર્મદા ડેમની સપાટી 130.86 મીટરે પહોંચી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *