વરસાદનો ત્રીજો રાઉન્ડ ગુજરાતમાં આવશે આ તારીખથી અંબાલાલ પટેલએ કરી છે ખેડૂતો માટે ખાસ આગાહી - khabarilallive    

વરસાદનો ત્રીજો રાઉન્ડ ગુજરાતમાં આવશે આ તારીખથી અંબાલાલ પટેલએ કરી છે ખેડૂતો માટે ખાસ આગાહી

રાજ્યમાં અત્યારસુધી સરેરાશ 69.75 ટકા વરસાદ નોંધાયો છે. હવે રાજ્યમાં મેઘરાજાએ વિરામ લીધો છે, વરસાદે વિરામ લેતાની સાથે જ બફારાનું પ્રમાણ અને તાપમાનમાં વધારો થઈ રહ્યો છે. જેના કારણે લોકો પરેશાન થઈ રહ્યા છે. બીજા રાઉન્ડમાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં અતિભારે વરસાદ થયો હતો.

સતત વરસાદ બાદ હવે ખેડૂતો પણ ઈચ્છી રહ્યા છે કે વરસાદ થોડો સમય માટે વિરામ લે. કારણ કે પાકની વૃદ્ધિ માટે ઉઘાડ નીકળે તે જરૂરી છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આજથી એટલે કે 28 જુલાઈથી વરસાદનું જોર ઘટી જશે. જોકે, આ દરમિયાન વાદળછાયું વાતાવરણ બન્યું રહેશે.

હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આગાહી કરી છે કે, રાજ્યમાં ઉઘાડ નીકળવાની તૈયારી છે. વરસાદનો ત્રીજો રાઉન્ડ ચોથી ઓગસ્ટથી શરૂ થશે. રાજ્યમાં ચોથી ઓગસ્ટથી 10મી ઓગસ્ટ સુધી ભારેથી અતિભારે વરસાદ થશે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ થશે

હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમાં મોહંતી એ જણાવ્યું છે કે, “આગામી 24 કલાક વરસાદી માહોલ રહેશે. આજે રાજ્યમાં સામાન્ય અને છૂટોછવાયો વરસાદ રહેશે. સૌરાષ્ટ્રમાં વરસાદની શક્યતા નહિવત છે. કાલ એટલે કે 29 જુલાઈ પછી સામાન્ય વરસાદ રહેશે. વરસાદનું પ્રમાણ ઘટતા ગરમી અને બફારામાં વધારો થશે. અમદાવાદમાં આજે અને કાલે સામાન્ય વરસાદ રહેશે.”

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *