અંબાલાલ પટેલની ઑગસ્ટ મહિનામાં વરસાદને લઈને મોટી આગાહી આ તારીખથી ગુજરાતને ધામરોડશે મેઘરાજા
રાજ્યમાં જુલાઈ બાદ હવે ઓગસ્ટ મહિનામાં પણ ભારે વરસાદના યોગો રહેશે. હવે ધીરે ધીરે આજથી રાજ્યના ભાગોમાં વરસાદનું જોર ઘટવાની શક્યતા છે. ત્યાર પછી એક સપ્તાહ બાદ દેશમાં ચોમાસુ પાછુ સક્રિય થવાની શક્યતા અંબાલાલ પટેલ દ્વારા વ્યકત કરવામાં આવી છે.
ઓગસ્ટ મહિનાની 3 તારીખે સૂર્ય આશ્લેષણ નક્ષત્રમાં પ્રવેશ કરશે. જયારે ૪ તારીખથી વરસાદનો નવો રાઉડ શરુ થવાની આગાહી અંબાલાલ પટેલે વ્ચકત કરી છે. તે સાથે મધ્યમ, ભારે અને કેટલાક ભાગોમાં અતિભારે વરસાદની શક્યતા છે. જેમાં મધ્ય ગુજરાતના ભાગોમાં, પૂર્વ ઉત્તર ગુજરાતના ભાગોમાં તેમજ કચ્છના છૂટાછવાયા ભાગોમાં વરસાદની શક્યતાઓ રહેલી છે. તેવું અંબાલાલ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે
વરસાદનો ત્રીજો રાઉન્ડ કયારે: અંબાલાલ પટેલ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરતા જણાવ્યુ છે કે, રાજ્યમાં ઉઘાડ નીકળવાની તૈયારી છે. વરસાદનો ત્રીજો રાઉન્ડ 4 ઓગસ્ટથી શરૂ થશે. રાજ્યમાં 4 ઓગસ્ટથી 10મી ઓગસ્ટ સુધી ભારેથી અતિભારે વરસાદની શકયતા છે. ખાસ કરીને દક્ષિણ ગુજરાતના વિસ્તારમાં ભારેથી અતિભારે વરસાદ પડવાની શકયતા છે.
દક્ષિણ સૌરાષ્ટ્રના ભાગો, દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ વરસાદની શક્યતા રહેલી છે. દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદને લીધે તાપી નદીના જળસ્તરમા વધારો થશે. મધ્ય ઉત્તર ગુજરાતના કેટલાક ભાગોમાં ભારે વરસાદના સંજોગો રહેલા છે. સાબરમતી નદીના જળસ્તરમાં વધારો થશે.
મધ્યપ્રદેશમાં ભારે વરસાદ થતાં નર્મદાના જળસ્તરમાં પણ વધારો થવાની શક્યતાઓ રહેલી છે. ઓગસ્ટ મહિનાની 2 તારીખથી લઈને 4 તારીખમાં ભારે વરસાદની શક્યતા રહેલી છે. ત્યાર પછી તારીખ 5, 6, 7 થી 9 માં મુંબઈ મહારાષ્ટ્રમાં વરસાદની શક્યતા છે. તારીખ 14 સુધીમાં ગુજરાતમાં સૌરાષ્ટ્ર કચ્છના ભાગોમાં ભારે વરસાદના સંજોગો રહેલા છે.