રાજ્યમાં વરસાદને લઈને નવા રાઉન્ડ વિશે હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલે કરી છે આગાહી આટલા જિલ્લામાં રહેશે વરસાદી માહોલ
અમદાવાદ શહેરમાં પણ હળવાથી મધ્યમ વરસાદ રહી શકે છે. હાલ મધ્ય રાજસ્થાનમાં એક સર્ક્યુલેશન છે. જેના પગલે ગુજરાતમાં વરસાદ પડી રહ્યો છે. આવતીકાલ 28 જુલાઈથી વરસાદમાં ઘટાડો જોવા મળશે. 29 જુલાઈથી વરસાદના વિસ્તારોમાં વધારે ઘટાડો નોંધાશે.
હાલ રાજ્યમાં છૂટો છવાયો વરસાદ પડી રહ્યો છે. વરસાદનું જોર પણ ઘટી ગયું છે. એવામાં હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગામી પાંચ દિવસ રાજ્યમાં વરસાદને લઈને આગાહી કરી છે.
રાજકોટ સહિત સૌરાષ્ટ્રમાં હજુ પણ ચાલુ સપ્તાહ વરસાદનો એકંદરે વિરામ રહેશે અને તડકો-છાંયડો મિશ્રિત હવામાન છવાયેલુ રહેશે. તેમજ લોકલ ફોર્મેશનનાં કારણે અમૂક સ્થળોએ છૂટોછવાયો વરસાદ પડી શકે છે. તેવું સ્થાનિક હવામાન કચેરીએ જણાવેલ હતું. દરમ્યાન આજરોજ પણ રાજકોટ શહેરમાં તડકા-છાંયડા વચ્ચે બપોરનું તાપમાન થોડું ઉંચુ રહેવા પામ્યું હતું.
હવામાન વિભાગે આગાહી પ્રમાણે આજે રાજ્યના કેટલાંક જિલ્લામાં વરસાદ વરસશે. આજે રાજ્યમાં દીવ, દમણ અને દાદરાનગર હવેલીમાં વરસાદની હવામાન વિભાગે આગાહી કરી છે. આજે રાજ્યમાં કચ્છ અને સૌરાષ્ટ્રમાં વરસાદ પડશે. સૌરાષ્ટ્રમાં ભાવનગર અને અમરેલીમાં વરસાદની શકયતા છે.
હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે આજે ઉત્તર ગુજરાતના અમુક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાની શક્યતા છે. આવતીકાલ એટલે કે 28 જુલાઈથી રાજ્યમાં વરસાદનું જોર ઘટી જશે.
હવામાન વિભાગના ડાયરેક્ટર મનોરમા મોહંતી એ જણાવ્યું હતું કે, “આગામી પાંચ દિવસ ગુજરાતમાં છૂટોછવાયો વરસાદ પડવાની શક્યતા છે. આજે અમુક જગ્યાએ ભારે વરસાદની સંભાવના છે. જેમાં બનાસકાંઠા અને પાટણમાં ભારે વરસાદ થઈ શકે છે. બાકીના સ્થળો પર હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે.
બીજી તરફ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે જણાવ્યુ છે કે, ઓગસ્ટ મહિનામાં પણ રાજ્યમાં ભારે વરસાદનો યોગ રહેશે. અંબાલાલ પટેલે પણ 27મી જુલાઈ બાદ રાજ્યમાં વરસાદનું જોર ઘટશે તેમ જણાવ્યું છે. અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે એક સપ્તાહ બાદ દેશમાં ફરીથી સોમાચું સક્રિય થશે. અંબાલાલ પટેલના જણાવ્યા પ્રમાણે બીજી ઓગસ્ટથી ચોથી ઓગસ્ટ સુધી ભારે વરસાદનો શક્યતા છે.
રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 170 તાલુકામાં વરસાદે રમઝટ બોલાવી છે. જેમાં સૌથી વધુ વાગરામાં 2.25 ઈંચ વરસાદ, કવાંટમાં 2.25 ઈંચ, ઉમરપાડામાં 2 ઈંચ વરસાદ, પ્રાંતિજમાં 2 ઈંચ, ખંભાતમાં 2 ઈંચ, માંગરોળમાં 2 ઈંચ, તારાપુરમાં 1.75 ઈંચ, કલોલમાં 1.5 ઈંચ, અમરેલીમાં 1.5 ઈંચ વરસાદ ખાબક્યો.