રાજ્યમાં હવામાન વિભાગની નવી આગાહી 5 દિવસ રહેશે આ જિલ્લાઓમાં મધ્યમ વરસાદ આ તારીખથી ઘટશે વરસાદનું જોર - khabarilallive
     

રાજ્યમાં હવામાન વિભાગની નવી આગાહી 5 દિવસ રહેશે આ જિલ્લાઓમાં મધ્યમ વરસાદ આ તારીખથી ઘટશે વરસાદનું જોર

ગુજરાતમાં છેલ્લા બે દિવસથી વરસાદનું જોર વધ્યું છે. આગામી ત્રણ દિવસ ક્યાંક ભારે તો ક્યાંક અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. આજે કચ્છ, બનાસકાંઠા અને સાબરકાંઠામાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

બનાસકાંઠા અને સાબરકાંઠામાં અતિભારે વરસાદની આગાહ આગામી બે દિવસ અમદાવાદ અને ગાંધીનગરમાં છુટોછવાયો વરસાદ રહેશે.હવામાન વિભાગ દ્વારા ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

પાટણ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, સુરેન્દ્રનગરમાં ભારે વરસાદની આગાહી કરાઈ છે. જામનગર, રાજકોટ, બોટાદ અને ખેડામાં પણ ભારે વરસાદની આગાહી છે.સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય થતાં કચ્છ, બનાસકાંઠા અને સાબરકાંઠામાં અત્યંત ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

રાજ્યના હવામાન વિભાગે  આગામી 5 દિવસ માટે વરસાદની (Rain) આગાહી કરી છે. હવામાન વિભાગની આગાહી મુજબ 27 જુલાઇથી રાજ્યમાં વરસાદનું જોર ઘટશે અને સામાન્યથી મધ્યમ વરસાદ વરસશે. જોકે આજે સૌરાષ્ટ્ર-કચ્છ સહિત દક્ષિણગુજરાતના  શહેરોમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં વલસાડ, નવસારી, ડાંગ સહિત તાપીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે સૌરાષ્ટ્ર સહિત કચ્છમાં પણ આજે ભારે વરસાદ વરસી શકે છે.

બે દિવસ બાદ ઘટશે વરસાદનું જોર રાજ્યમાં ચોમાસાની શરુઆતમાં જ સારો એવો વરસાદ વરસ્યો છે. ત્યારે હવે વધુ પાંચ દિવસ વરસાદ પડવાની આગાહી હવામાન વિભાગે કરી છે. હવામાન વિભાગે આપેલી માહિતી અનુસાર 25 અને 26 જુલાઇ રાજ્યમાં સામાન્યથી મધ્યમ વરસાદ વરસશે.

તો 27 અને 28 જુલાઇએ રાજ્યમાં વરસાદનું જોર ઘટશે. એટલે કે ખૂબ જ ઓછા વિસ્તારોમાં સામાન્ય વરસાદ પાડશે. 25 અને 26 જુલાઇ સૌરાષ્ટ્ર-કચ્છ, દક્ષિણ ગુજરાતમાં સારો એવો વરસાદ વરસશે. તો વલસાડ, નવસારી, ડાંગ સહિત તાપીમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *