ગુજરાતમાં ચોમાસાનો થશે બીજો રાઉન્ડ શરૂ આ 3 જિલ્લાઓમાં છે ભારે થી અતિભારે વરસાદની આગાહી - khabarilallive
     

ગુજરાતમાં ચોમાસાનો થશે બીજો રાઉન્ડ શરૂ આ 3 જિલ્લાઓમાં છે ભારે થી અતિભારે વરસાદની આગાહી

ગુજરાતમાં ચોમાસાના વધુ એક રાઉન્ડનો આજથી પ્રારંભ થઇ શકે છે. હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની સંભાવનાને પગલે કચ્છ, ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લા માટે શનિ-રવિવારે ઓરેન્જ તેમજ રેડ એલર્ટ જાહેર કરવામાં આવી છે. જ્યારે શનિવાર-રવિવારે અમદાવાદમાં પણ ભારે વરસાદ પડે તેવી સંભાવના છે.

અમદાવાદમાં આજે અને રવિવારે ભારે વરસાદ પડે તેવી સંભાવના છે. જેમાં રવિવારે વરસાદની સંભાવના વધીને 90 ટકા દર્શાવવામાં આવી છે.રાજ્યમાં હજુ સુધી 20 ઈંચ સાથે મોસમનો સરેરાશ 60 ટકા વરસાદ નોંધાઇ ચૂક્યો છે.

હવામાન વિભાગ દ્વારા શનિવારે કચ્છ,બનાસકાંઠા, પાટણ, મહેસાણા, ગાંધીનગર, અરવલ્લી, સુરેન્દ્રનગર, મોરબીમાં ઓરેન્જ, જ્યારે જામનગર, રાજકોટ, બોટાદ, અમદાવાદ, ખેડામાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે.

જ્યારે રવિવારે અનેક જિલ્લામાં વરસાદનું જોર વધી શકે છે. આ બાજુ કચ્છમાં શનિવારે રેડ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, મોરબી, જામનગર, સુરેન્દ્રનગર, દેવભૂમિ દ્વારકામાં ઓરેન્જ,જ્યારે રાજકોટ, બોટાદ, પોરબંદર, અમદાવાદ, ખેડા, ગાંધીનગર, સાબરકાંઠા, અરવલ્લીમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવી છે. આ સાથે જ 50 જળાશયો હાઇ એલર્ટ પર રખાયા છે.

હવામાન વિભાગના સૂત્રોના જણાવ્યા પ્રમાણે દરિયામાં ફરીથી વરસાદી સિસ્ટમ સક્રિય થતા ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.જેમાં  અમદાવાદમાં પણ ધોધમાર વરસાદ વરસવાની વકી કરી છે.તો આ તરફ પગલે હવામાન વિભાગ દ્વારા ઉત્તર ગુજરાતમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. મેઘો ધોધમાર વરસતા 50 જળાશયો હાઇએલર્ટ પર મુકવામાં આવ્યા છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *