અમદાવાદમાં એક પછી એક જગ્યાએ માનવ અવશેષો મળ્યા બાદ પોલીસ કામે લગતા થયો મોટો ખુલાશો

શહેરમાં થોડા દિવલથી અનેક જગ્યાએથી મનુષ્યના કપાયેલા અવશેષો મળતા હતા. એ કસરખી બેગમાં આ ટુકડાઓ મળતા એજન્સીઓએ તપાસ હાથ ધરી હતી. આ મર્ડર મિસ્ટ્રીમાં મોટો ખુલાસો થયો છે. જેમાં દારૂ પીવા બાબતે પિતા પુત્ર વચ્ચે હોબાળો થયો હતો.

જેમાં પિતાએ જ પોતાના દીકરાની હ ત્યા કરી હોવાનો મોટો ઘટસ્પોટ થયો છે. અમદાવાદ ક્રાઈમબ્રાન્ચને આ કેસમાં મહત્ત્વના સીસીટીવી ફૂટેજ હાથ આવ્યા હતા. જેમાં એક સિનિયર મોટી ઉમરના વ્યક્તિ એર પોલિથીન બેગમાં મનુષ્ય અવશેષો સીડીમાંથી ઉતારતા અને એક્ટિવા પર લઈ જતા દેખાય છે.

માથું અને હાથ કા પી નાંખ્યા આ હાહાકાર મચાવતી ઘટનામાં અમદાવાદ ક્રાઇમ બ્રાંચના જણાવ્યા પ્રમાણે, પિતાએ જ પુત્રની હત્યા કરીને માથું તથા હાથ કાપી નાંખ્યા હતા. પિતા પુત્ર વચ્ચે દારૂ પીવા બાબતે ઝઘડો થયો હતો. નોંધનીય છે કે, અમદાવાદ શહેરમાં વાસણામાં એક વ્યક્તિનું ધડ મળી આવ્યું હતું.

જે બાદ અમદાવાદના લો ગાર્ડન નજીક કલગી ચાર રસ્તા પાસે એક વ્યક્તિના હાથ અને પગ તેજ પોલિથીન બેગમાં મળી આવ્યા હતા. આ સમગ્ર ઘટનામાં પોલીસ દ્વારા એક જ વ્યક્તિના આ અંગો હોવાની શંકાને આધારે તપાસ શરૂ કરવામાં આવી હતી.

એક જ સરખી પોલિથીન બેગમાં લા શના ટુકડાં ફેંકવામાં આવતાં પોલીસે તપાસ હાથ ધરી હતી. દરમિયાન પોલીસને એક સીસીટીવી ફૂટેજ હાથ લાગ્યા હતા. જેમાં આંબાવાડી પાસેના એક મકાનના સીસીટીવીમાં એક વૃદ્ધ દેખાઈ રહ્યા છે.

શંકાસ્પદ હિલચાલ કરતાં દેખાતા વૃદ્ધ રિટાયર્ડ ક્લાસ-2 ઓફિસર હોવાનું માનવામાં આવે છે. તે પોલિથીન બેગમાં શંકાસ્પદ વસ્તુને લઈ જતા સીડી ઉતરતાં દેખાય છે. ત્યારબાદ તે એક્ટિવા પર બેગમાં લઈને જતાં દેખાય છે.

એક્ટિવા નંબરથી આરોપીના ઘરની થઇ જાણ
પોલીસને તપાસ કરતા એક્ટિવાના નંબરના આધારે સરનામું રાયપુરની સાંકડી શેરી પાસેનું જાણવા મળ્યું હતું. પોલીસ એક્ટિવાના માલિકના ત્યાં પહોંચી તો તેમણે જણાવ્યું કે, મેં તો એક્ટિવા વેચી દીધું છે, તેઓ આંબાવાડી ખાતે રહે છે. આથી પોલીસ જે વ્યક્તિને એક્ટિવા વેચ્યું હતું તેના ઘરે પહોંચી, જોકે ઘરની બહાર તાળું હોવાથી પોલીસે તાળું તોડી અંદર પ્રવેશ કર્યો.

ત્યારે ઘરમાંથી લો હીના ડાઘા તેમજ હથિયારો પણ જોવા મળ્યાં હતા. આસપાસમાં તપાસ કરતા જાણવા મળ્યું કે, આંબાવાડી સ્થિત આ મકાનમાં એક 25 વર્ષનો પુત્ર તેના પિતા સાથે રહેતો હતો. પુત્ર છેલ્લા ઘણા દિવસથી જોવા મળ્યો નથી. ત્યાં જ હાલમાં પિતા ફરાર હોવાનું સામે આવ્યું છે અને પોલીસે પણ આરોપીને પકડી પાડવા માટે ચાર ટીમો બનાવી તેની શોધખોળ હાથ ધરી હતી. પોલીસે હાલ પિતાની ધર પકડ કરી લીધી છે.

Leave a Reply

Your email address will not be published.