સેટેલાઈટમાં જોઈ તંત્ર આવી ગયું એલર્ટ માં તમે પણ થઈ જાવ એલર્ટ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી - khabarilallive    

સેટેલાઈટમાં જોઈ તંત્ર આવી ગયું એલર્ટ માં તમે પણ થઈ જાવ એલર્ટ આ જિલ્લાઓમાં ભારે વરસાદની આગાહી

રાજેન્દ્રભાઈ ત્રિવેદીએ કહ્યું હતું કે, આગામી તા.૨૨ અને ૨૩ જુલાઈ દરમિયાન સુરત, નવસારી, ડાંગ, વલસાડ અને તાપીમાં ભારે વરસાદની આગાહી છે. જ્યારે તા. ૨૩ અને ૨૪ જુલાઈ દરમિયાન કચ્છ, મહેસાણા, સાબરકાંઠા અને અરવલ્લીમાં તથા તા.૨૪-૨૫ જુલાઈના રોજ કચ્છ, જામનગર અને દેવભૂમિ દ્વારકા જિલ્લામાં ભારે વરસાદ થવાની સંભાવનાને કારણે રેડ એલર્ટ જાહેર કરાયું છે.

આ સંભવિત પરિસ્થિતિમાં નાગરિકોને કોઈપણ પ્રકારની તકલીફ ન પડે તેમજ ઉદભવનારી તમામ પરિસ્થિતિને પહોંચી વળવા વહીવટી તંત્ર સંપૂર્ણ સજ્જ છે.રાજેન્દ્રભાઈ ત્રિવેદીએ ઉકાઈ ડેમની વિગતો આપતા કહ્યું હતું કે, ઉપરવાસમાં પડેલા વધુ વરસાદના કારણે ઉકાઈ ડેમમાં પાણીની આવક વધતા ડેમમાંથી તબક્કાવાર બે લાખ કયુસેક જેટલું પાણી છોડાઈ રહ્યું છે પરંતુ આ પરિસ્થિતિમાં સુરતવાસીઓએ કોઈ ચિંતા કરવાની જરૂર નથી.

ગુજરાતની જીવાદોરી સરદાર સરોવર ડેમમાં હાલ કુલ ૫૬ ટકા જળરાશીનો સંગ્રહ થયો છે જે સૌ ગુજરાતીઓ માટે આનંદની વાત છે. સૌરાષ્ટ્રમાં ખોડિયાર, હિરણ અને આંબાજળ ડેમ હાઈ એલર્ટ પર મુકવામાં આવ્યા છે.

22, 23 અને 24 જુલાઇમાં ભારે આગાહી
22 જુલાઈ: આ દિવસે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી છે. દક્ષિણ ગુજરાતના સુરત, નવસારી, ડાંગ, તાપી, સુરત અને વલસાડમાં ભારે વરસાદ પડી શકે છે.

23 જુલાઈ: આ દિવસે કચ્છ, મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લીમાં અત્યંત ભારે વરસાદ પડી શકે છે. મોરબી, સુરેન્દ્રનગર, અમદાવાદ અને ખેડામાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. જામનગર, રાજકોટ, બોટાદ, આણંદ, મહીસાગર, પંચમહાલ, દાહોદ, છોટાઉદેપુર, ભરૂચ, સુરત, નવસારી અને વલસાડમાં ભારે વરસાદ પડી શકે છે.

24 જુલાઈ: કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગરમાં અત્યંત ભારે વરસાદ પડી શકે છે. બનાસકાંઠા, સાબરકાંઠા, મોરબી, રાજકોટ, પોરબંદરમાં ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. જૂનાગઢ, ગીર-સોમનાથ, અરવલ્લી, ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ અને વલસાડમાં ભારે વરસાદ પડી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *