જામનગરમાં કાર અને ટ્રેક્ટર વચ્ચે સર્જાયો અક સ્માત ૨૦ વર્ષના યુવાનનું થયું નિધન
ગુજરાતના જામનગર જિલ્લામાં ફરી એકવાર ટ્રેક્ટરની અડ ફેટે વાહન આવી જતાં અક સ્માતનો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. કાર લઈને જઈ રહેલા બે મિત્રોને ટ્રેક્ટરે ટ ક્કર મરી હતી, જેમાં નિકાવા ગામના યુવકનું માથામાં ઈ જા થતાં ઘટનાસ્થળે જ મ ત થયું હતું.
પોલીસ સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ જામનગરના ધોરાજી ગામ પાસે કાર અને ટ્રેક્ટર વચ્ચે ગંભીર અક સ્માત સર્જાયો હતો. અક સ્માત એટલો ગંભીર હતો કે કારમાં બેઠેલા 20 વર્ષીય પ્રશાંતભાઈ જેન્તીભાઈ મુછડિયાને માથાના ભાગે ગંભીર ઈ જા પહોંચી હતી. જેના કારણે તેમનું ઘટનાસ્થળે જ મ ત નીપજ્યું હતું, જ્યારે તેમના મિત્ર નિખિલભાઈને આંખના ભાગે ગંભીર ઈ જા પહોંચી હતી.
અકસ્માતનો ભોગ બનેલા બંને યુવકો નિકાવા ગામના રહેવાસી હતા. 20 વર્ષીય યુવકના મ તને પગલે પરિવારમાં શોકનો માહોલ છવાયો હતો. બંને યુવકો પોતાના ગામથી ચાંદલી ગામે કોઈ કામ અર્થે જઈ રહ્યા હતા તે દરમિયાન આ ઘટના બની હતી. હાલ પોલીસે ટ્રેક્ટર ચાલક સામે ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે જામનગરમાં છેલ્લા કેટલાક દિવસોમાં આ બીજી ઘટના છે. અગાઉ ટ્રેક્ટરની અડ ફટ બે યુવકોના મ ત થયા હતા.