વરસાદે તો ભારે કરી આગામી અમુક કલાક આ રાજ્યો માટે રહેશે ભારે મેઘરાજા બોલાવશે રમઝટ - khabarilallive
     

વરસાદે તો ભારે કરી આગામી અમુક કલાક આ રાજ્યો માટે રહેશે ભારે મેઘરાજા બોલાવશે રમઝટ

હવામાન વિભાગની આગાહી મુજબ આજે ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ આવશે. આગામી 3 કલાક ઉત્તર ગુજરાત માટે ભારે ગણી શકાય. હવામાને ઉત્તરના બનાસકાંઠા, મહેસાણા, અરવલ્લી અને ગાંધીનગર જિલ્લામાં ભારે વરસાદની આગાહી કરી છે.

જોકે આજે વહેલી સવારથી જ ઉત્તર ગુજરાતના અનેક વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ શરૂ થયો હતો. જે બાદમાં હાલ અનેક વિસ્તારોમાં વરસાદ શરૂ થઈ ગયો છે. 

રાજ્યના 79 તાલુકામાં વરસાદ આજે સવારે 6 થી 8 સુધીમાં 79 તાલુકામાં વરસાદ પડ્યો છે. જેમાં સૌથી વધુ મહીસાગરના સંતરામપુરમાં 1.5 ઈંચ વરસાદ, શહેરામાં 1 ઈંચ, કડાણામાં 1 ઈંચ વરસાદ, મોરવા હડફમાં 1 ઈંચ, ઉમરપાડામાં 15 મી.મી વરસાદ, પેટલાદમાં 15 મી.મી, નડિયાદમાં 13 મી.મી વરસાદ અને માંગરોળમાં 13 મી.મી, કપરાડામાં 13 મી.મી વરસાદ આવ્યો છે. 

રાજ્યમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વરસાદગ્રસ્ત વિસ્તારોમાં પાકની નુકશાનીનો સર્વે કરાશે. દક્ષિણ ગુજરાતમાં બાગાયતી પાકને થયેલા નુકશાનીનો પણ સર્વે કરાશે. આ વિસ્તારોમાં ભારે વરસાદથી ચીકુ, કેરી, મગફળી, કેળ અને તેલીબિયાંના પાકને મોટું નુકસાન થયું છે. ત્યારે સર્વે થઈ ગયા બાદ તંત્ર દ્વારા કેટલું પેકેજ જાહેર કરવામાં આવશે તેના પર સૌ ખેડૂતોની નજર મંડરાયેલી રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *