સાપુતારા ફરવા ગયેલા સુરતના 50 લોકો એક સાથે ખાઈમાં પડ્યા જોનારાઓ રહી ગયા હેરાન

ડાંગના સાપુતારામાં સુરતની બસ ખીણમાં ખાબકી હોવાના સમાચાર મળી રહ્યા છે. મળતી માહિતી મુજબ ડાંગ જિલ્લાના પ્રવાસે આવેલ સુરતની ખાનગી બસ ખીણમાં પડતા સંપર્ક તૂટી ગયો હતો. સુરતના 50થી વધુ પ્રવાસીઓ ભેરલ બસ સાપુતારા-માલેગાંવ ખીણમાં ખાબકી હોવાના સમાચાર રાજ્યના  માર્ગમકાન અને પ્રવાસન મંત્રી પુરણેશ મોદીને મળી હતી. 

આ મેસેજ મળતા જ પૂર્ણેશ મોદીએ સાપુતારા નજીકના કાર્યકરોને મેસજ મોકલ્યા હતા.  મંત્રી પૂર્ણેશ મોદીએ વોઇસ મેસેજ કરી સાપુતારા નજીકના તમામ કાર્યકરોને મુસાફરોની મદદે પહોંચવા કહ્યું.

આ ઘટનામાં અનેક મુસાફરો ઘાયલ થયાના સમાચાર છે, જો કે હજી સુધી જાનહાનીના કોઈ સમાચાર નથી. બે લોકો ગંભીર રીતે ઇજાગ્રત સુરતથી 50 મહિલાઓ સાપુતારાની વન ડે ટુર માટે આવી હતી. સાપુતારાથી સુરત પરત ફરતી વેળાએ માલેગાંવ ઘાટ નજીક બની આ ઘટના બની હતી.

ઘટનાની જાણ થતા  ડાંગ ડિઝાસ્ટરની ટીમ ઘટના સ્થળ પર દોડી આવી હતી. પ્રાથમિક માહિતી અનુસાર બે લોકો ગંભીર રીતે ઇજાગ્રત થયા છે. અન્ય લોકોને નાની-મોટી ઈજા થતાં શ્યામ ગાલ પ્રાથમિક આરોગ્ય સેન્ટર પર સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. આ ઘટનામાં બે મહિલઓના મોત થયા છે. આ ઘટનામાં ડ્રાઈવરનું પણ મોત થયાનું કહેવામાં આવી રહયું છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *