વિદેશથી પરત ફરેલી આલિયા ભટ્ટ ને પતિ એ આપ્યું એવું સરપ્રાઈઝ કે જોઈને ચોંકી ગઈ

આલિયા ભટ્ટતેની પહેલો હોલીવુડ ફિલ્મ હાર્ટ ઓફ સ્ટોનની શૂટિંગ પૂરું કરીને મુંબઈ પરત આઆવી ગઈ છે. શૂટિંગ પૂરું કરીને તેને રણબીર માટે સોશ્યલ મીડિયા પર એક મેસેજ પોસ્ટ કર્યો હતો કે “હું ઘરે આવું છું બેબી” જે એ સમયે ઘણું વાયરલ થયું હતું. આલિયા મુંબઈ એરપોર્ટ પર જેવી પંહોચી એ સાથે જ ત્યાં પેપરાજીની ભીડ જમા થઈ ગઈ હતી. આલિયાની તસવીરો ખેંચવા માટે તેમાં પડાપડી થવા લાગી હતી. 

જલ્દી જ મમ્મી બનનાર આલિયા એરપોર્ટ પર પંહોચી એ સાથે જ આલિયા તેનો બેબીબંપ ફલોન્ટ કરતાં નજર આવી હતી. જો કે આલિયા એરપોર્ટ પર અચાનક રણબીર કપૂરને જોઈને સરપ્રાઈજડ થઈ ગઈ હતી અને તેના ઇમોશન્સ કંટ્રોલ નહતી કરી શકી.

સોશ્યલ મીડિયા પર રણબીર આલિયાની આ તસવીરો ઘણી વાયરલ થઈ રહી છે. આલિયા મુંબઈ પંહોચી એ સાથે જ પેપરાજી તેમને વધામણી આપવા લાગ્યા હતા. આલિયાએ તે સમયે ઘણા આરામદાયક કપડાં પહેર્યા હતા. આલિયા એ વ્હાઇટ શર્ટ સાથે મેચિંગ જેકેટ અને બ્લેક પેન્ટ પહેર્યું હતું. 

આલિયા ભટ્ટે બે મહિના પહેલા લગ્ન કર્યા હતા અને હાલ જ થોડા સામે પહેલા તેની પ્રેગ્નેન્સીની ખબર લોકો સાથે શેર કરી હતી. એ ખબર સાંભળીને લોકો ઘણા ખુશ થઈ ગયા હતા. એ પછી પહેલી વખત આલિયા પેપરાજી સામે આવી હતી અને એ સમયે એમને બધા વધામણી આપવા લાગ્યા હતા અને આલિયા ઘણી ખુશ થઈ ગઈ હતી. સોશ્યલ મીડિયા પર એ વિડીયો વાયરલ થયો ત્યારે દરેક લોકોની નજર એમના બેબી બંપ પર જઈને અટકી હતી. 

પાપા બનવા જઈ રહ્યા રણબીર કપૂરે આલિયાને એરપોર્ટ પર આવીને સરપ્રાઈજ આપ્યું હતું. આલિયા એ વાતથી અજાણ હતી કે રણબીર તેને લેવા માટે આવી રહ્યા છે. પણ પેપરાજીએ એમને જણાવ્યું કે રણબીર એમનો ગાડીમાં વેઇટ કરી રહ્યા છે અને એ સાંભળીને આલિયા ઘણી ખુશ થઈ ગઈ અને ભાગતી ગાડી પાસે પંહોચી હતી. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *