મેઘરાજાની બેટિંગ ગુજરાતમાં ચાલી રહી છે ત્યા હવામાન નિષ્ણાત અંબાલાલ એ કરી છે મોટો આગાહી - khabarilallive    

મેઘરાજાની બેટિંગ ગુજરાતમાં ચાલી રહી છે ત્યા હવામાન નિષ્ણાત અંબાલાલ એ કરી છે મોટો આગાહી

ગુજરાતમાં હાલ મેઘરાજાની ધમાકાદેર બેટિંગ ચાલી રહી છે. છેલ્લા ચાર દિવસથી સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડી રહ્યો છે. આ દરમિયાન હવામાન વિભાગ અને હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ આગામી દિવસોમાં ભારે વરસાદની આગાહી આપી છે.

બીજી તરફ શનિવારે સવારે છ વાગ્યે પુરા થયેલા 24 કલાક દરમિયાન રાજ્યના 215 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં 28થી વધારે તાલુકામાં ચાર ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે. 59 તાલુકામાં બે ઇંચ કરતા વધારે વરસાદ પડ્યો છે. રાજ્યના 106 તાલુકામાં એક ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે.

અંબાલાલ પટેલની આગાહી હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે, “હાલ રાજ્યના ઘણા ભાગોમાં વરસાદ પડી રહ્યો છે. કેટલાક ભાગોમાં અતિભારે વરસાદ પડશે. બંગાળના ઉપસાગરમાં વિશિષ્ઠ સ્થિતિને કારણે અતિભારે વરસાદ પડશે.

અરબ સાગરમાં વિશિષ્ઠ સ્થિતિને પગલે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે. વલસાડ, નવસારી, ગીર-સોમનાથ, ભાવનગર જેવા શહેરોમાં ભારે વરસાદ પડશે. કેટલાક વિસ્તારોમાં 10 જુલાઈથી 15 જુલાઈ વચ્ચે અતિભારે વરસાદ થશે.”

અતિભારે વરસાદને પગલે નદીઓ ગાંડીતૂર બનશે. બનાસકાંઠા, મહેસાણા, કડી બેચરાજી, સિદ્ધપુર, વિસનગર, પાટણમાં મધ્યમથી હળવો વરસાદ પડશે. સુરેન્દ્રનગર, વઢવાણ, ધ્રાંગધ્રામાં પણ વરસાદ પડશે. પાટડી અને દસાડામાં વરસાદ પડશે. રાજ્યમાં હાલ વરસાદ ગયો નથી. આગામી દિવસોમાં ભારે વરસાદ આવી રહ્યો છે. જે ભાગોમાં વાવણી લાયક વરસાદ નથી પડ્યો ત્યાં સારો વરસાદ પડશે.”

હવામાન ખાતાની આગાહી શુક્રવારે હવામાન ખાતાએ આગાહી આપતા જણાવ્યુ હતુ કે, સૌરાષ્ટ્ર-કચ્છમાં કચ્છ, જામનગર, જૂનાગઢ અને દેવભૂમિ દ્વારકામાં અત્યંત ભારે વરસાદ પડવાની સંભાવના છે. 9 અને 10 તારીખના રોજ વરસાદ રહેશે પરંતુ અત્યંત ભારે વરસાદની આગાહી નથી. 11મી અને 12મી જુલાઈના રોજ અત્યંત ભારે વરસાદ પડવાની આગાહી છે. આ દરમિયાન દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદ પડી શકે છે. સૌરાષ્ટ્ર કચ્છમાં 12મી તારીખે અત્યંત ભારે વરસાદ પડવાની આગાહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *