નોકરી કરતા હોય તો આ સમાચાર વાંચીને થઈ જશો તમે રાજીના રેળ લેવાશે અત્યાર સુધીનો સોથી મોટો ફેંસલો - khabarilallive    

નોકરી કરતા હોય તો આ સમાચાર વાંચીને થઈ જશો તમે રાજીના રેળ લેવાશે અત્યાર સુધીનો સોથી મોટો ફેંસલો

સરકાર એક જુલાઈથી આખા દેશમાં નવો લેબર કોડ લાગુ કરવા જઈ રહી હતી. પરંતુ અમુક રાજ્ય સરકારોના કારણે મામલો ફસાઈ ગયો છે. 23 રાજ્ય નવા લેબર કોડના કાયદા માટે પ્રી-પબ્લિશ્ડ ડ્રાફ્ટને અપનાવી ચુક્યા છે. પરંતુ બાકીના રાજ્યોએ તેને હજુ સુધી નથી અપનાવ્યું. કેન્દ્ર સરકાર ઈચ્છે છે કે આ લેબર કોડને દરેક રાજ્ય એક સાથે લાગુ કરે. સરકારે નોકરીયાતો માટે ચાર મોટા ફેરફાર લાવવા માટે કોડ બનાવ્યો છે. 

ચાર નવા કોડ નવા લેબર કોડનું અસર નોકરીયાતો પર વિકલી ઓફથી લઈને ઈન હેન્ડ સેલેરી સુધી જોવા મળશે. નવા લેબર કોડ વેજ, સોશિયલ સિક્યોરિટી, ઈંડસ્ટ્રિયલ રિલેશન્સ અને ઓક્યુપેશન સેફ્ટી સાથે જોડાયેલા છે. 

અઠવાડિયામાં 3 દિવસ રજા  નવા લેબર કોડમાં અઠવાડિમાં ચાર દિવસ કામ અને ત્રણ રજાની જોગવાઈ છે. પરંતુ કર્મચારીઓને ઓફિસમાં કામ કરવા માટે એક કલાક વધી જશે. એટલે કે તમારે 8 અથવા 9 કલાક નહીં, 12 કલાક ઓફિસમાં કામ કરવું પડી શકે છે. આખા અઠવાડિયામાં કોઈ પણ કર્મચારીઓને 48 કલાક કામ કરવાનું રહેશે. પરંતુ તમને અઠવાડિયામાં રજા ત્રણ દિવસની મળશે. 

રજાઓને લઈને મોટી જાહેરાત નવા લેબર કોડમાં રજાઓને લઈને વધુ એક મોટી જાહેરાત કરવામાં આવી છે. હાલ કોઈ પણ સંસ્થાનમાં લાંબી રજા લેવા માટે કર્મચારીઓને વર્ષમાં ઓછામાં ઓછા 240 દિવસ કામ કરવું જરૂરી છે. પરંતુ નવા લેબર કોડમાં તેને ઘટાડીને 180 દિવસ કરી દેવામાં આવ્યા છે. 

ઈન હેન્ડ સેલેરીમાં ઘટાડો 
નવા વેજ કોડના લાગુ થયા બાદ ટેક હોમ સેલેરી ઓછી મળશે. સરકારે પે રોલને લઈને નવા નિયમ બનાવ્યા છે. નવા વેજ કોડમાં જોગવાઈ કરવામાં આવી છે કે કોઈ પણ કર્મચારીઓની બેસિક સેલેરી તેમની ટોટલ સેલેરીના 50 ટકાથી વધારે હોવી જોઈએ. જો તમારી બેસિક સેલેરી વધી જશે તો તમારૂ પીએફ ફંડમાં કોટ્રીબ્યુશન પણ વધી જશે. એવામાં પીએફમાં પહેલાની તુલનામાં વધારે પૈસા જમા થશે. આ રીતે કર્મચારીઓને રિટાયરમેન્ટના સમયે મોટી રકમ મળશે. 

48 કલાકમાં ફૂલ એન્ડ ફાઈનલ સેટલમેન્ટ 
ફૂલ એન્ડ ફાઈનલ સેટલમેન્ટ વિશે પણ નવા વેજ કોડમાં જોગવાઈ કરવામાં આવી છે. કંપનીએ નોકરી છોડવા, છટણી કરવા કે કાઢી મુકવાના બે દિવસની અંદર કર્મચારીઓને તેમની સેલેરી ચુકવવામાં આવશે. હાવ વેજેજના પેમેન્ટ અને સેટલમેન્ટ પર વધારે નિયમ લાગુ છે. જોકે તેમાં વધારો શામેલ નથી. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *