ગુજરાતના આ વિસ્તારોમાં આગામી 5 દિવસ ભારે વરસાદ ની આગાહી જુઓ કઈ તારીખે ક્યાં વિસ્તારમાં મેઘરાજા મચાવશે તાંડવ - khabarilallive
     

ગુજરાતના આ વિસ્તારોમાં આગામી 5 દિવસ ભારે વરસાદ ની આગાહી જુઓ કઈ તારીખે ક્યાં વિસ્તારમાં મેઘરાજા મચાવશે તાંડવ

ગુજરાતમાં હવામાન વિભાગે રાજ્યમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી આપી છે. હવામાન વિભાગ ના જણાવ્યા પ્રમાણે, આગામી 4 જુલાઇથી 7 જુલાઇ સુધી ભારેથી અતિભારે વરસાદ ની આગાહી કરવામાં આવી છે. સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત તથા ઉત્તર ગુજરાતના કેટલાક જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદ ની આગાહીના પગલે NDRF સતર્ક બન્યું છે.

ત્યાં જ 7 જુલાઇના રોજ વલસાડ અને નવસારીમાં અને 8 જુલાઇના રોજ ભરૂચ અને સુરતમાં ધોધમાર વરસાદની આગાહી છે જેના પગેલે અહીં લોકોને સાવચેત રહેવાની વોર્નિંગ અપાઇ છે.

આગામી 4  જુલાઇ નારોજ બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, નવસારી, વલસાડમાં ભારે વરસાદની આગાહી છે, ત્યાં જ 5 જુલાઇના રોજ દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ભરૂચ સુરત, નવસારી અને વલસાડમાં ભારે વરસાદ ની આગાહી છે.

હવામાન વિભાગની આગાહી અનુસાર, 6 જુલાઇના રોજ બોટાદ, અમરેલી, ભાવનગર, અમદાવાદ, ખેડા, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, નર્મદા, સુરત, તાપી અને ડાંગમાં ભારે વરસાદની આગહી છે ત્યાં જ 6 જુલાઇના રોજ વલસાડ, નવસારી અને દમણમાં ધોધમાર વરસાદ ની આગાહી છે જેના પગેલે અહીં લોકોને સાવચેત રહેવાની વોર્નિંગ અપાઇ છે. 

હવામાન વિભાગની આગાહી અનુસાર, 7 જુલાઇના રોજ દેવભૂમિ દ્વારકા, પોરબંદર, જૂનાગઢ, ગીર સોમનાથ, બોટાદ, અમરેલી, ભાવનગર, આણંદ, વડોદરા, ભરૂચ, સુરતમાં ભારે વરસાદની આગહી છે ત્યાં જ 7 જુલાઇના રોજ વલસાડ અને નવસારીમાં ધોધમાર વરસાદ ની આગાહી છે જેના પગેલે અહીં લોકોને સાવચેત રહેવાની વોર્નિંગ અપાઇ છે. 

હવામાન વિભાગની આગાહી અનુસાર, 8 જુલાઇના રોજ બોટાદ, અમરેલી, ભાવનગર, નવસારી, તાપી, ડાંગ, વલસાડમાં ભારે વરસાદની આગહી છે ત્યાં જ 8 જુલાઇના રોજ ભરૂચ અને સુરતમાં ધોધમાર વરસાદની આગાહી છે જેના પગેલે અહીં લોકોને સાવચેત રહેવાની વોર્નિંગ અપાઇ છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *