રાજકોટના ASI એ સોશીયલ મીડીયા માં પત્ર લખીને કર્યો વાયરલ જોતાજ લોકો વચ્ચે ખદભળાટ મચી ગયો
પોલીસનું કામ કાયદાનું પાલન કરાવવાનું અને નહીં પાલન કરનારને કાર્યવાહી માટે રજૂ કરવાનો છે. એ જ પ્રકારે રાજનેતાઓનું કામ પણ જનતા પ્રતિનિધી બની પ જનતા માટે નિર્ણયો કરી પ જનતા સેવા કરવાનું છે.
પરંતુ રાજનેતાઓ પોલીસ પર હાવી થયો હોય તેવા કેટલાય કિસ્સા મળી રહે તેમ છે. આવો વધુ એક કિસ્સો રાજકોટમા એ.એસ.આઈ. હિતેન્દ્રસિંહ ઝાલા દ્વારા સોશિયલ મીડિયા પોસ્ટ કરતા રાજકારણમાં ખળભળાટ મચી ગયો હતો.
રાજકોટ પોલીસ માં ફરજ બજવતા હિતેન્દ્રસિંહ ઝાલાએ સોશિયલ મીડિયા પોસ્ટ માં લખ્યું કે આજ એક નેતા ને તેની અસલિયત કહી તો મને બદલીની કરવાની ધમકી આપી અને કહ્યું કે એવી જગ્યાએ બદલી કરીશ કે પાણી નહીં મલે એ મને 4 વરસથી હેરાન કરે છે વગર વાંકે મારી બદલી એ કરાવે છે જ્યારે એ નો ઈતિહાસ વિવાદો થી ખરડાયેલો છે છતાં મને ધમકીઓ આપે છે પણ મારી તયારી છે.
જુ કે ગયા નહિ સાલા મારો વાંક એટલો જ હતો કે તેના બનેવીને જુગાર ની રેડ કરી હતી પણ મને કોર્ટ પર પૂરો વિશ્વાસ છે કે કેમ કે હું લડીસ જુકિસ નહિ અન્યાય સામે ઉભો રહીશ
ઉલ્લેખનીય છે કે ASI હિતેન્દ્રસિંહ ઝાલાની પોસ્ટ હાલ તેઓએ ફેસબુક પરથી હટાવી દીધી છે. પરંતુ શહેરમાં આ પોસ્ટને લઈ વિવિધ ચર્ચાઓ ચાલી રહી છે. જેમાં કેટલાક નેતાઓ નામનો પણ ગણગણાટ સાંભળવા મળી રહ્યો છે. મહત્વની વાત છે કે હિતેન્દ્રસિંહ ઝાલાએ કોઈ રાજકારણીના સ્પષ્ટતા પોસ્ટમાં કરી ન હતી. પરંતુ હાલ રાજકોટના રાજકારણમાં આ મામલે ખદભળાટ જોવા મળી રહ્યો છે.