હવામાન વિભાગની મોટી આગાહી આ વિસ્તારોમાં આવશે ધોધમાર વરસાદ ખેડૂતોને હવે નઈ જોવી પડે રાહ
અમદાવાદમાં આજે વહેલી સવારથી જ બોપલ, ઘુમા, એસ.જી હાઇવે, સેટેલાઇટ, વસ્ત્રાલ, જશોદાનગર, નારોલ અને નિકોલ જેવાં અનેક વિસ્તારોમાં વરસાદી ઝાપટાં પડ્યા હતા. એવામાં હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું છે કે, રાજ્યમાં આજ રોજ ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, પોરબંદર, જૂનાગઢ અને દ્વારકામાં વરસાદ વરસશે.
આવતી કાલે 5 જુલાઈના રોજ રાજ્યમાં મધ્ય ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ હવામાન વિભાગે વરસાદની આગાહી કરી છે. 5 જુલાઈએ સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ વરસશે. એ સિવાય નવસારી, દમણ, વલસાડ, ખેડા, અમદાવાદ, પંચમહાલ, વડોદરા, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ અને અમરેલીમાં પણ વરસાદની આગાહી કરવામાં આવી છે.
6 જુલાઈના રોજ નવસારી, સુરત, આણંદ વડોદરા, ભરૂચ, સુરત, પોરબંદર, ભાવનગર, અમરેલી, દ્વારકા, બોટાદ અને ગીર સોમનાથમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.છેલ્લા 24 કલાકમાં રાજ્યના 147 તાલુકામાં વરસાદ ખાબક્યો છે.
જેમાં સૌથી વધુ મહેસાણાના સતલાસણામાં 2 ઈંચ વરસાદ ખાબક્યો છે. તો માંગરોળમાં 1 ઈંચ વરસાદ, નવસારીમાં 2 ઈંચ વરસાદ તો વડાલીમાં 1 ઈંચ વરસાદ અને માંડવીમાં પણ 1.8 ઈંચ વરસાદ ખાબક્યો છે.
વિજયનગરમાં 1.5 ઈંચ વરસાદ, નેત્રંગમાં 1.5 ઈંચ વરસાદ, બરવાળામાં 1.5 ઈંચ વરસાદ, પલસાણામાં 1.3 ઈંચ વરસાદ, જોડિયામાં 1.3 ઈંચ વરસાદ, તિલકવાડામાં 1.3 ઈંચ વરસાદ અને દિયોદરમાં 1.3 ઈંચ વરસાદ ખાબકતા રાજ્યના અનેક વિસ્તારોમાં જળબંબાકારની સ્થિતિ સર્જાઇ છે.