તારક મહેતામાં નટુકાકા તો આવી ગયા હવે આવશે શોનું સોથી મહત્વનું પાત્ર પરત

તારક મેહતા ઉલ્ટા ચશ્મા શોમાં નવા કલાકારોની એન્ટ્રી કરાવવામાં આવી રહી છે. હાલમાં જ મેકર્સે શોમાં નટ્ટુ કાકાની એન્ટ્રી કરાવી છે.લોકો નટુકાકા ને જોઇને ખુશ થયા છે. ઘનશ્યામ નાયકનું અવસાન થયું ત્યારથી નટુ કાકા આ શોમાં જોવા મળ્યા ન હતા. 

હજુ પણ શોમાંથી મહત્વના અને મોટા ભાગના કલાકારો ગાયબ છે.પાછલા થોડા દિવસોમાં ઘણા કલાકારોએ શોને અલવિદા કહી દીધું છે. એવામાં દર્શકો પહેલા જેવી રુચિ સાથે શો નથી જોઈ રહ્યા.

આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને નિર્માતાઓએ ઘનશ્યામ નાયક માટે રિપ્લેસમેન્ટ શોધવાનું યોગ્ય માન્યું. જો કે શોમાં હજુ પણ ઘણા મહત્વના કલાકારો ગાયબ છે. પરંતુ નિર્માતાઓએ એ પણ નક્કી કર્યું છે કે તેઓ એક પછી એક બધાને પાછા લાવશે. 

હાલમાં જ શોનો નવો પ્રોમો સામે આવ્યો છે. જેને જોઈને અનુમાન લગાવવામાં આવી રહ્યું છે કે ટૂંક સમયમાં કોઈ અન્ય કલાકાર આવવાનું છે. જેને જોઈને ગોકુલધામના લોકોના હોશ ઉડી જશે. લેટેસ્ટ પ્રોમોમાં એવું જોવામાં આવી રહ્યું છે કે ક્લબ હાઉસની બહાર કોઈ સૂઈ રહ્યું છે. 

ગોકુલધામના લોકો તેને જોઈને ચોંકી ઉઢે છે. પરંતુ તે કોણ છે તે જાણી શકાયું નથી. એવામાં તે સ્પષ્ટ છે કે નિર્માતાઓ દર્શકો માટે મોટી સરપ્રાઈઝ લાવી રહ્યા છે. પણ એ સરપ્રાઈઝ આખરે છે શું એ તો આવનારા સમયમાં જ ખબર પડશે.

લોકો જોઈ રહ્યા છે દયાબેનની રાહ 
તમને જણાવી દઈએ કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા શોમાં દર્શકો દયાબેનના પાત્રની રાહ જોઈ રહ્યા છે. ઘણી વખત એવા સમાચાર આવ્યા હતા કે દયાબેન શોમાં પરત ફરી રહ્યા છે. પરંતુ હજુ પણ તેમની વાપસી અંગે શંકા છે. 

ચાહકો દિશા વાકાણીને જ શોમાં જોવા માંગે છે પરંતુ હવે આ શક્ય નથી. કારણ કે દિશા વાકાણી હાલમાં જ બીજી વાર માતા બની છે. પરંતુ એ વાત કન્ફર્મ છે કે મેકર્સ ટૂંક સમયમાં જ દયાબેનને શોમાં પાછી  લઈ આવશે. 

Leave a Reply

Your email address will not be published.