હવામાન આગાહી ગુજરાતના આ વિસ્તારમાં પડ્યો 6 ઈંચ વરસાદ 1 થી 3 તારીખ દરમિયાન આ વિસ્તારોમાં જામશે વરસાદી માહોલ

ગુજરાતમાં વલસાડમાં 6 ઈંચ વરસાદ સાથે મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે ઠેકઠેકાણે વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. જો કે ઘણા ખરા વિસ્તારોમાં હજી વરસાદની રાહ જોવાઇ રહી છે તેવામાં હવામાન વિભાગ દ્વારા આગામી ચાર દિવસોમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

આજની વાત કરીએ તો  સૌરાષ્ટ્ર, કચ્છ અને દક્ષિણગુજરાતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે. આ ઉપરાંત નવસારી, વલસાડ અને સુરતમાં વરસાદની આગાહી કરવામાં આવી છે.

સૌરાષ્ટ્ર અને ક્ચ્છના કેટલાંક જિલ્લામાં પણ 1 જુલાઇના રોજ વરસાદ વરસવાની આગાહી કરવામાં આવી છે. 2 જુલાઇએ દાહોદ, મહીસાગર, છોટાઉદેપરુમાં વરસાદની આગાહી કરવામાં આવી છે જ્યારે 3 જુલાઇએ બનાસકાંઠા, પાટણમાં વરસાદની આગાહી કરવામાં આવી. આ ઉપરાંત  મહેસાણા, સાબરકાંઠા, કચ્છમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. 

આ ઉપરાંત દમણનો દરિયો પણ તોફાની બનતા તંત્ર દ્વારા દરિયાકિનારે 3 નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું હતું. સલામતીના ભાગરૂપે દરિયો ન ખેડવા તંત્ર દ્વારા માછીમારોને આદેશ જારી કરવામાં આવ્યા હતા અને પર્યટકોને પણ દરિયા કિનારા નજીક જવા પર મનાઇ ફરમાંવી દેવામાં આવી હતી.

હજુ આગામી 4 દિવસ દમણનો દરિયો તોફાની રહેવાની શક્યતા સેવાઇ રહી છે.માછીમારોને પણ દરિયો ન ખેડવાની સલાહ. ગુજરાતના કેટલાંક બંદરો પર નંબર 3 નું સિગ્નલ અપાઇ છે. આ સાથે 40થી 60 કિ.મી પ્રતિ કલાકની ઝડપે પવન ફુંકાવાની પણ આગાહી કરી છે.

રાજ્યમાં વેરાવળ બંદર, દમણના દરિયા કિનારે તેમજ મુંદ્રા, નવલખી, બેડી, દ્વારકા, ઓખા, પોરબંદર, વેરાવળ, દીવ, જાફરાબાદ, પીપાવાવ, ભાવનગર, ભરૂચ અને દહેજ સહિતના બંદરો પર એલર્ટ પર હોવાથી બંદરો પર 3 નંબરના સિગ્નલ અપાઈ ગયા છે. સાથે માછીમારોને દરિયો ન ખેડવાની પણ સલાહ અપાઇ છે.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *