ગુજરાતમાં થશે વાવાઝોડા સાથે વરસાદ 17 તાલુકામાં જામ્યું ચોમાસું
બપોરે 12 વાગ્યા સુધીમાં17 તાલુકામાં વરસાદ વરસ્યો હતો. જેમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોનો સમાવેશ થાય છે. આજે સૌથી વધુ સુરતના ઓલપાડમાં 22 mm વરસાદ વરસ્યો છે. જ્યારે સુરત શહેરમાં 13mm, વલસાડના પારડી તથા વાપીમાં 9 એમએમ વરસાદ નોંધાયો છે. આ ઉપરાંતના તમામ તાલુકામાં 6 mm કે તેથી ઓ છો વરસાદ નોંધાયો છે.
દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. 29મી જૂનના રોજ ભરૂચ, સુરત, નવસારી, અમરેલી અને ભાવનગરમાં ભારે વરસાદ વરસવાની આગાહી છે. જ્યારે 30 જૂને ભરૂચ, સુરત, નવસારી, વલસાડ, પોરબંદર, જૂનાગઢ અને દેવભૂમિદ્વારકામાં ભારે વરસાદ વરસી શકે છે. આ સાથે પાંચમી જુલાઇ સુધીમાં રાજ્યમાં મોટાભાગના વિસ્તારોમાં મેઘરાજાની સવારી પહોંચી જશે.
મધ્ય પ્રદેશ, મહારાસ્ટ્ર અને ગુજરાત આમ ત્રણ રાજ્યનો જ્યાં સંગમ થાય છે તે છેવાડાનું અને ગુજરાતનું છેલ્લું ગામ હાંફેશ્વર છે. આ ગામમાં પહોચવા માટે ચોમાસાના સમયે અશક્ય બને છે. કારણ કે, અહીં ચારોતરફ ડુંગરો અને ઊંડી છે ખીણો અને વચ્ચેથી પસાર થતો માર્ગ.
આ માર્ગ પર છેલ્લા ત્રણ વર્ષથી ચાર કરોડના ખર્ચે બનવેલા ચાર જેટલા પૂલોનું નિર્માણ કરાયું હતું. પૂલોને બનાવ્યાને બીજા વર્ષે વરસાદી પાણીથી ધોવાણ થયું હતું. જેને લઈ છેલ્લા ત્રણ ત્રણ વર્ષથી ચોમાસાના ચાર માસ હાંફેશ્વર ગામના લોકોની અવર જવર બંધ થઈ જાય છે.
કોતરોમાં પાણી ઓછું થાય ત્યારે લોકો પાણીમા થઈ પસાર થાય છે. પરંતુ ચોમાસુ પૂરું થતા ફરી આર.એન .બી વિભાગ દ્રારા ડાયવરજન બનાવી દેવામા આવે છે અને ફરી એ ડાયવરજન ની ચોમાસા ની શરૂઆત થતા ધોવાણ શરૂ થાય છે. આ વર્ષે પણ આ ગામના લોકો માટે મુસીબત નો સામનો કરવો પડશે. કા