અમદાવાદના વસ્ત્રાલમાં મળ્યા એવા કાર્ય કરતા વ્યક્તિઓ કે જોનારા ઓ હચમચી ગયા - khabarilallive    

અમદાવાદના વસ્ત્રાલમાં મળ્યા એવા કાર્ય કરતા વ્યક્તિઓ કે જોનારા ઓ હચમચી ગયા

અમદાવાદના વસ્ત્રાલ માંથી અમેરિકન નાગરિકોને લોન માટેના ફોન કરીને તેમના સાથે દગો કરવામાં સક્રિય કોલ સેન્ટર ઝડપાયું છે. વસ્ત્રાલના સુમિતનગર પાસે આવેલી આશ્રવી પાર્ક સોસાયટીના 80 નંબરના મકાનમાં આ પ્રકારનું કોલ સેન્ટર ચાલતું હોવાની બાતમીના પગલે પોલીસે તપાસ કરી હતી

આ કેસમાં પોલીસે 2 આરોપીઓને ઝડપી લીધા છે તથા તેમના પાસે રહેલા 4 નંગ મોબાઈલ, 2 લેપટોપ, 15 નંગ પ્રિન્ટઆઉટ સાથેનો આશરે 45,000 રૂપિયાના મૂલ્યનો મુદ્દામાલ કબજામાં લીધો હતો. આ કેસનો મુખ્ય આરોપી નિલરાજ રાજેશભાઈ પરમાર મૂળે સુરેન્દ્રનગરના લખતર તાલુકામાં આવેલા તલસાણા ગામનો રહેવાસી છે અને તે મૂળે રાજસ્થાનના રાજસમંદ જિલ્લામાં આવેલા ભાટો ગામના વતની એવા સુનિલ ગણેશભાઈ પટેલ સાથે મળીને આ પ્રકારની ગેરકાયદેસર કામગીરી કરતો હતો.

ખબર ના આધારે પોલીસે પંચની હાજરીમાં દરોડો પાડ્યો ત્યારે નિલરાજ રૂમમાં પલંગ પર લેપટોપ અને મોબાઈલ પર બેઠેલો હતો. તેના કાનમાં હેડફોન ભરાવેલા હતા અને તે અંગ્રેજી ભાષામાં કોઈક જોડે વાતચીત કરી રહ્યો હતો. તેનો મોબાઈલ અને લેપટોપ ચેક કરવામાં આવતા તે બાતમી પ્રમાણેનું કોલ સેન્ટર હોવાનું સાબિત થયું હતું. 

આરોપીના કહેવા પ્રમાણે તે પોતાના મિત્ર સુનિલ સાથે મળીને અમેરિકન નાગરિકોને યુએસ બેંકના લોન અપ્રૂવલ માટેના ડુપ્લિકેટ લેટર મોકલતો હતો. ત્યાર બાદ બેંક ઓફ અમેરિકા અને સનટ્રસ્ટ બેંક, સીએસી બેંક વગેરે બેંકના ડુપ્લિકેટ ચેક ડિપોઝિટ કરીને અમેરિકન નાગરિકોના ઈમેઈલ આઈડી પર મોકલી આપીને ‘ટેક્સ્ટ નાઉ’ સોફ્ટવેર દ્વારા અમેરિકાનો નંબર ડિસ્પ્લે કરીને લોન આપવાના બહાને પેડે (payday) પ્રોસેસ દ્વારા ગેરકાયદેસર કોલસેન્ટર ચલાવતો હતો. 

તેઓ અમેરિકન નાગરિકોને 45 મિનિટની અંદર 2,000થી 10,000 અમેરિકન ડોલરની લોન મેળવવાની લાલચ આપીને વોલમાર્ટ તેમજ ઈ-બે કાર્ડ તેમજ ગૂગલ-પે કાર્ડ સહિતના ગિફ્ટ કાર્ડના 16 નંબર મેળવીને તે નંબરના આધારે નાણાકીય પ્રોસેસ કરાવીને ગિફ્ટ કાર્ડને રોકડમાં રૂપાંતરિત કરી નાણાં નો ફાયદો મેળવતા હતા. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *