વડોદરાના તળાવ માંથી મળી એવી વસ્તુ કે સફાઈ કર્મી જોઈને ચોંકી ગયા તરત જ બોલાવી પડી પોલીસ
18 જૂનના રોજ વડાપ્રધાનના કાર્યક્રમના પૂર્વ દિવસે વડોદરા શહેરના આજવા રોડ પાસે આવેલા કમલાનગર તળાવમાંથી રૂ.5.30 લાખની રોકડ મળી આવતાં શહેર પોલીસ તંત્રમાં હલચલ મચી ગઇ હતી. પોલીસે રોકડ ફેંકનારની તપાસ હાથ ધરી છે. 18 જૂને જ્યારે કમલાનગર તળાવમાંથી 2 હજારની નોટો મળી હતી.
દિવસની આસપાસ વડોદરા શહેરના એક તબીબી સંસ્થાનમાં આવકવેરા વિભાગે રેડ કરી હતી એટલે તે સંસ્થાને નોટનું બંડલ રાતના સમયે ફેંકી ગયું હોવાની પોલીસને શંકા છે. બાપોદ પોલીસે દ્વારા તળાવની આજુબાજુની સોસાયટીઓની સિક્યોરિટી ગાર્ડ્સ અને દુકાનના વેપારીઓ સહિત 7થી 8 લોકોની પૂછપરછ કરી છે.
થેલીમાં પથ્થર બાંધીને રૂપિયા તળાવમાં નાંખ્યા હતા.આજે પણ તળાવની સફાઇ કરી રહેલા કલ્પેશ ડામોરે દિવ્ય ભાસ્કર સાથેની ખાસ વાતચીત જણાવ્યું હતું કે, અમે ત્રણ લોકો તળાવમાં સફાઇનું કામ કરતા હતા. અમે હાથથી કચરો કાઢતા હતા તે દરમિયાન થેલીમાં પેક કરેલ રૂપિયાનું બંડલ મળ્યું.
રૂપિયાનું બંડલ થેલીની અંદર પથ્થર બાંધીને નાખવામાં આવ્યું હતું. રૂપિયા બહાર કાઢતા જ પોલીસ ત્યા બંદોબસ્તમાં હાજર હોવાથી પોલીસકર્મીઓ રૂપિયા લઇને જતાં રહ્યા હતા. આ અંગે બાપોદ પોલીસ સ્ટેશનમાં અમને જવાબ લખાવવા માટે બોલાવાયા છે.