તારક મહેતાના અંજલિ ભાભીના આરોપ બાદ અસિત મોદીએ પણ કરી દિધો અંજલિ વિશે મોટો ખુલાશો - khabarilallive    

તારક મહેતાના અંજલિ ભાભીના આરોપ બાદ અસિત મોદીએ પણ કરી દિધો અંજલિ વિશે મોટો ખુલાશો

મેકર્સ નેહા વિરુદ્ધ કાર્યવાહી કરશે
નિર્માતાઓએ નિવેદનમાં જણાવ્યું છે કે, “આ શોએ નેહા મહેતાને 12 વર્ષ સુધી મોટી ખ્યાતિ અને કારકિર્દી આપી છે. અમે યોગ્ય પગલાં ભરવાનો અમારો અધિકાર અનામત રાખીએ છીએ.” નેહાએ અગાઉ આરોપ લગાવ્યો હતો કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના નિર્માતાઓ પાસેથી તેમને પૈસા મળ્યા નથી. તેમણે આશા વ્યક્ત કરી હતી કે નેહાને ટૂંક સમયમાં બાકી રકમ મળી જશે.

નોંધનીય છે કે, તારક મહેતા કા ઉલટા ચશ્મા શોમાં તારક મહેતાની પત્નીનો રોલ કરનાર અંજલિ મહેતા એટલે કે નેહા મહેતા લાંબા સમયથી પરેશાન છે, કારણ કે મેકર્સે તેમને રૂપિયા ચૂકવ્યા નથી. તેણે હાલમાં જ આપેલા એક ઈન્ટરવ્યૂમાં કહ્યુ કે તે અનેકવાર શોના મેકર્સને ફોન કરી ચૂકી છે. મને આશા છે કે તેનુ જલ્દી જ સમાધાન શોધી લેવામા આવે અને તેમને મહેનતના રૂપિયા મળે. 

2020 થી રૂપિયા લેવાના બાકી
નેહા મહેતાએ જણાવ્યુ કે, હુ સન્માનિત જિંદગી જીવુ છું. હું ફરિયાદ કરવામાં માનતી નથી. મને આવુ કરવુ પસંદ નથી. 12 વર્ષ બાદ મેં આ શોને 2020 માં છોડ્યો હતો. પરંતુ શોના મેકર્સે મને અંતિમ 6 મહિનાના રૂપિયા આપ્યા નથી. ન તો તેઓ આ રૂપિયા ચૂકવવાની ઈચ્છા ધરાવે છે. હુ આશા રાખુ છું કે તેનુ સમાધાન જલ્દી જ કાઢવામા આવે અને મને મારી મહેનતના રૂપિયા મળી જાય. 

12 વર્ષ નેહા મહેતાએ કામ કર્યું, આ કારણે છોડ્યો હતો શો.નેહા મહેતા જ્યારે તારક મહેતા કા ઉલટા ચશ્મા શો સાથે જોડાયા હતા, તો સતત 12 વર્ષ કામ કર્યુ હતું. જેના બાદ 2020 માં શો છોડ્યો હતો. શો છોડવા વિશે નેહા મહેતાએ કહ્યુ કે, તેમને આગળ વધવા માટે શો છોડ્યો હતો.

જ્યારે તમે લાંબા સમય સુધી કોઈ શો સાથે જોડાયેલા રહો છો. તો કમ્ફર્ટ ઝોનમાં જતા રહો છો. મને અનેક વર્ષોથી અનેક ઓફર મળતી હતી, તેથી મેં તેને સ્વીકારવાના હેતુથી શો છોડ્યો હતો. તારક મહેતા મારો પરિવાર જ છે. એવુ નથી કે, પ્રોડ્યુસર કે મેકર્સ સાથેના ઝઘડાને કારણે મને કોઈ નારાજગી છે. મને લાગે છે કે, કોઈ તકલીફ ઉભા કર્યા વગર ચૂપચાપ નીકળી જવુ જ સારુ છે

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *