સામે આવ્યું રણબીર કપૂરનું એવું સત્ય જાણીને અલ્યા ભટ્ટ પણ ચોંકી ગઈ રણબીરની પહેલી પત્ની છે આ છોકરી
રણબીર કપૂર હાલમાં આલિયા ભટ્ટ સાથે હેપ્પી મેરિડ લાઇફ જીવી રહ્યો છે, પરંતુ આલિયા પહેલાં રણબીર કપૂર મોસ્ટ એલિજિબલ બેચલર હતો. રણબીર પર લાખો યુવતીઓ મરતી હતી. એક યુવતી તો રણબીર પર એ હદે ફિદા હતી કે એક્ટર સાથે લગ્ન કરવા માટે તેના ઘર સુધી પહોંચી ગઈ હતી.
યુવતીએ રણબીર કપૂરના બંગલાના ગેટ પાસે લગ્ન કરી લીધા હતા. ત્યારથી જ લોકો આ યુવતીને રણબીરની પહેલી પત્ની સમજવા લાગ્યા છે. આથી જ ઘણીવાર સો.મીડિયામાં રણબીરની ‘પહેલી પત્ની’ અંગે અવાર-નવાર ચર્ચા થતી હોય છે. હાલમાં જ એક્ટરને ‘પહેલી પત્ની’ અંગે સવાલ કરવામાં આવ્યો હતો.
રણબીર કપૂરે એક ઇન્ટરવ્યૂમાં પોતાની ક્રેઝી ફીમેલ ફેન અંગે ખુલાસો કર્યો હતો. રણબીર કપૂરે કહ્યું હતું, ‘એક યુવતી હતી. આ યુવતીને હું ક્યારેય મળ્યો નહોતો અને તેને જોઈ પણ નહોતી. જોકે, મારા વૉચમેને કહ્યું હતું કે તે એક પંડિત સાથે આવી હતી.તેણે મારા બંગલાના ગેટ સાથે લગ્ન કરી લીધા હતા.
ગેટ પર ચાંદલો પણ લગાવવામાં આવ્યો હતો અને થોડાંક ફૂલો પડ્યા હતા. આ ઘણું જ ક્રેઝી હતું. આમ જોવા જઈએ તો હું અત્યાર સુધી મારી ‘પહેલી પત્ની’ને મળ્યો નથી, પણ હું તેને જરૂરથી ક્યારેકને ક્યારેક મળવા માગીશ.’
બાળકના નામ અથવા તો 8 નંબરનું ટેટુ ત્રોફાવશે રણબીર કપૂરે એમ પણ કહ્યું હતું કે તે ટૂંક સમયમાં એક ટેટુ ત્રોફાવશે. આ ટેટુ તેના લકી નંબર 8 પરથી હશે અથવા તો બાળકના નામ પર હશે. ઉલ્લેખનીય છે કે રણબીર તથા આલિયાએ 14 એપ્રિલ, 2022ના રોજ લગ્ન કર્યા હતા.
લગ્ન બાદ બંને ‘બ્રહ્માસ્ત્ર’માં જોવા મળશે. આ ફિલ્મ 9 સપ્ટેમ્બરે રિલીઝ થશે. ફિલ્મમાં અમિતાભ બચ્ચન, નાગાર્જુન, મૌની રોય મહત્ત્વના રોલમાં છે. ‘બ્રહ્માસ્ત્ર’ પહેલાં રણબીરની ફિલ્મ ‘શમશેરા’ 22 જુલાઈએ રિલીઝ થશે. રણબીર કપૂર પહેલી જ વાર ડબલ રોલમાં જોવા મળશે. રણબીર ફિલ્મમાં ડાકુ શમશેરાના રોલમાં જોવા મળશે. ફિલ્મમાં સંજય દત્ત બ્રિટિશ ઓફિસરના રોલમાં છે.