યુક્રેનમાં યુદ્ધ ના 114 માં દિવસે રશિયાએ મચાવી હડકંપ આ શહેર કર્યું તબાહ

રુસો-યુક્રેન યુદ્ધના 114મા દિવસે, રશિયન સેનાએ દક્ષિણ યુક્રેનના માયકોલિવ શહેર પર મિસાઇલો છોડી હતી.જેમાં બે લોકોના મોત થયા હતા અને એક બાળક સહિત 20 લોકો ઘાયલ થયા હતા. બીજી બાજુ, યુક્રેને દાવો કર્યો હતો કે તેણે ઓડેસા પ્રદેશની દક્ષિણે, રશિયન હસ્તકના સ્નેક આઇલેન્ડ પર સૈનિકો અને દારૂગોળો લઈ જતી રશિયન નેવીની ટગબોટ પર હુમલો કર્યો હતો.

માયકોલિવ ક્ષેત્રના ગવર્નર, વિટાલી કિમે જણાવ્યું હતું કે રશિયાએ શુક્રવારે વહેલી સવારે દક્ષિણ યુક્રેનના શહેર પર મિસાઇલો છોડી હતી. હુમલામાં ચાર રહેણાંક ઇમારતો અને એક ઇન્ફ્રાસ્ટ્રક્ચર સંપૂર્ણપણે નાશ પામ્યું હતું.

લુહાન્સ્કના ગવર્નરે કહ્યું કે સેવેરોડોનેસ્ક શહેરમાં એઝોટ કેમિકલ પ્લાન્ટના બંકરોમાં આશરો લેનારા 568 નાગરિકોનું સ્થળાંતર અહીં ચાલી રહેલા રશિયન ગોળીબાર અને ભારે લડાઈને કારણે અશક્ય બની ગયું છે.

બીજી તરફ, યુક્રેનના ડોનબાસ વિસ્તારમાં સૈનિકો સહિત હથિયારો લઈ જતી ટગબોટ પર સ્નેક આઈલેન્ડમાં હુમલો કરવામાં આવ્યો છે. આ હુમલાથી રશિયાને કાળા સમુદ્રમાં ઘણું નુકસાન થયું છે.

યુરોપિયન કમિશન EU સભ્યપદ માટે યુક્રેનને સમર્થન આપે છે.યુરોપિયન કમિશને શુક્રવારે ભલામણ કરી હતી કે યુક્રેનને યુરોપિયન યુનિયન (EU) ઉમેદવારનો દરજ્જો આપવામાં આવે. પ્રમુખ ઉર્સુલા વોન ડેર લેયેનની આ જાહેરાત બાદ, કમિશને યુક્રેનને EU સભ્યપદ મેળવવાની દરખાસ્ત કરી.

યુક્રેન માટે લાંબા સંઘર્ષ પછી, સભ્યપદના માર્ગમાં પ્રથમ પગલું લેવામાં આવ્યું છે. હવે આ ભલામણ પર બ્રસેલ્સમાં સમિટ દરમિયાન 27 દેશોના બ્લોક નેતાઓ દ્વારા ચર્ચા કરવામાં આવશે. સભ્ય દેશોની સર્વસંમતિથી મંજૂરી મળ્યા બાદ તેને સભ્યપદ મળશે.

મેરીયુપોલમાં આંતરરાષ્ટ્રીય કાયદાનું ઉલ્લંઘન
યુએનના માનવાધિકાર કમિશનર મિશેલ બેચેલેટે કહ્યું છે કે યુક્રેનિયન બંદર શહેર મેરીયુપોલમાં મૃત્યુ અને વિનાશ આંતરરાષ્ટ્રીય કાયદાનું ઘોર ઉલ્લંઘન દર્શાવે છે. તેને યુક્રેનનું સૌથી ભયંકર સ્થળ ગણાવતા તેમણે અહીંની સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરી હતી. આ શહેર હાલમાં રશિયન સૈન્યના કબજામાં છે અને તેણે ક્રિમિયા તરફ પ્રયાણ કર્યું છે.

Leave a Reply

Your email address will not be published.