આ જગ્યાએ કહેર બનીને વર્ષી રહ્યો છે ધોધમાર વરસાદ ભુસંખલ થતા 2 ભાઈ બહેનના દટાયા
ઉત્તરપૂર્વીય રાજ્ય આસામ મે મહિનામાં અનેક જિલ્લાઓમાં ભારે પૂર અને ભૂસ્ખલન બાદ ફરી એકવાર અવિરત વરસાદની ઝપેટમાં છે. આસામમાં છેલ્લા ત્રણ દિવસમાં ભૂસ્ખલનના કારણે અત્યાર સુધીમાં છ લોકોના મોત થયા છે.
ભૂસ્ખલનને કારણે તેમના ઘરની બાજુની દિવાલો તૂટી પડી હતી, જેની નીચે બે સગીર જીવતા દટાઈ ગયા હતા. તેમના મૃતદેહોને ગોલપારામાં સ્ટેટ ડિઝાસ્ટર રિસ્પોન્સ ફંડ (SDRF) ટીમ દ્વારા મળી આવ્યા છે. જણાવી દઈએ કે આસામમાં છેલ્લા ત્રણ દિવસમાં ભૂસ્ખલનના કારણે છ લોકોના મોત થયા છે. રાજ્યમાં આ વર્ષે પૂર અને ભૂસ્ખલનના કારણે 44 લોકોના મોત થયા છે.
તે જ સમયે, આસામના કરીમગંજમાં ભારે વરસાદ વચ્ચે ઓટો-રિક્ષા પર ઝાડ પડતાં એક વ્યક્તિનું મૃત્યુ થયું હતું અને અન્ય બે ઘાયલ થયા હતા. આ ઘટના કરીમગંજ ફાયર સર્વિસ સ્ટેશન પાસે બની હતી.
પોલીસના જણાવ્યા અનુસાર, મૃ તકની ઓળખ અઝહર ઉદ્દીન તરીકે થઈ છે અને તે ઓટોરિક્ષા ડ્રાઈવર હતો. ઓટોમાં સવાર ઘાયલોને હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા. રાજ્યના અન્ય ભાગો તેમજ કરીમગંજ જિલ્લામાં અવિરત વરસાદ પડી રહ્યો છે.