ગુજરાતનો ચોંકાવનારો કિસ્સો આ ગામમાં દીકરી એ સગપણ તોડતા વિધવા માતાએ કર્યું એવું કામ આખું ગામ રહી ગયું હેરાન

બનાસકાંઠા જિલ્લાના એક ગામમાં વિધવા મહિલાની દીકરીએ સગપણ તોડી નાખતાં તેની માતા જ જમાઈ સાથે ઘર માંડ્યું હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. બનાસકાંઠા 181ની સમજાવટને પગલે હવે સમાજના અગ્રણીઓ દ્વારા મહિલાને મૂળ સાસરીમાં તેનાં સંતાનો પાસે મૂકવા તજવીજ હાથ ધરી છે.

આ અંગે બનાસકાંઠા 181 અભયમ મહિલા હેલ્પલાઇનનાં કાઉન્સેલર લક્ષ્મીબેન સોલંકીએ જણાવ્યું હતું કે જિલ્લાના એક ગ્રામીણ વિસ્તારમાં રહેતી પરિણીતાએ કોલ કર્યો હતો કે મારા પતિ ત્રાસ ગુજારે છે, આથી મહિલા પોલીસ શિલ્પાબેન સાથે તેના ઘરે ગયા હતા.

ત્યાં પરિણીતાની આપવીતી સાંભળી અમે પણ ચોંકી ઊઠયા હતા. તેણે એવું કહ્યું હતું કે ચારેક વર્ષ પહેલાં આ યુવક તેની દીકરીને જોવા માટે આવ્યો હતો અને બંનેની સગાઇ નક્કી કરાઇ હતી. સગાઈ અઢી માસ સુધી રાખ્યા બાદ દીકરીને યુવક પસંદ ન હોવાથી સગાઈ તોડી નાખી હતી. જ્યાં આ સામાજિક સંબંધ પર પૂર્ણવિરામ મૂકવાને બદલે દીકરીની માતાએ દીકરીએ સગાઈ તોડી હતી તે જમાઈ સાથે જ ઘર માંડયું હતું.

જ્યાં પોતાની ત્રણ દીકરી અને એક દીકરાના ભવિષ્યનું શું ?,તેમની સગાઇ હવે કોણ કરશે ?,સમાજમાં તેમની શું ઇજ્જત રહેશે? સહિતના મુદ્દે બે કલાક સુધી કાઉન્સેલિંગ કરતાં આખરે મહિલા અને તેની સાથે લગ્ન કરનાર યુવકને સમજાવ્યા હતા. હવે સમાજના અગ્રણીઓ દ્વારા તેને મૂળ સાસરીમાં તેનાં સંતાનો પાસે મૂકવા તજવીજ હાથ ધરી છે. પતિનું વર્ષો અગાઉ નિધન થયું હતું. જે સાસરીમાં જ રહી પોતાની વિધવા સાસુ અને ચાર સંતાનનું પાલનપોષણ કરતી હતી.

46 વર્ષની વિધવાએ 30 વર્ષના યુવક સાથે ફૂલહાર કર્યા હતા.46 વર્ષની માતાએ 30 વર્ષના યુવક સાથે મંદિરમાં જઈ ફૂલહાર કર્યા હતા, જે છેલ્લાં ચાર વર્ષથી તેની સાથે જ રહેતી હતી. દરમિયાન 181 અભયમના કાઉન્સેલરે બે કલાક સુધી સમજાવતાં પોતાનાં નાના 8 અને 10 વર્ષનાં સંતાનોનું ભવિષ્ય ન બગડે એ માટે પુનઃ તેમની જોડે મૂળ સાસરીમાં જવા માટે માની ગઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *