ગુજરાતના આ શહેરોમાં ધમાકેદાર ચોમાસાની એન્ટ્રી છેલ્લા 24 કલાકમાં આ જિલ્લામાં માછલી નો વરસાદ
ગુજરાતમાં વિધિવત રીતે ચોમાસાનું આગમન થઈ ગયું છે. હવામાન વિભાગના જણાવ્યા પ્રમાણે સોમવાર સુધી ચોમાસું સુરત સુધી પહોંચી ગયું છે. છેલ્લા 24 કલાકની વાત કરીએ તો ગુજરાતના 111 તાલુકામાં વરસાદ નોંધાયો છે.
જેમાં સૌથી વધારે ત્રણ ઇંચ જેટલો વરસાદ અરવલ્લી જિલ્લાના ધનસુરામાં પડ્યો છે. બીજી તરફ ડીસાના એક ગામ ખાતે વરસાદ સાથે માછલીઓનો વરસાદ થતાં કુતૂહલ સર્જાયું છે. ગુજરાતમાં 24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ પડ્યો.
મંગળવારે સવારે છ વાગ્યા પૂર્ણ થતા 24 કલાક દરમિયાન રાજ્યના 111 તાલુકામાં વરસાદ નોંધાયો છે. જેમાં સૌથી વધારે 70 MM વરસાદ ધનસુરા માં નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં સાત તાલુકામાં બે ઇંચ કરતા વધારે વરસાદ પડ્યો છે. 18 તાલુકા એવા છે જ્યાં એક ઇંચ કરતા વધારે વરસાદ નોંધાયો છે.
ડીસા પંથકમાં અચરજ પમાડતી એક ઘટના બની છે. રાત્રે ભીલડી પંથકમાં એક ખેતરમાં વરસાદ સાથે માછલીઓ પણ વરસી હોવાની વાત સામે આવી છે. મળતી માહિતી પ્રમાણે ડીસા તાલુકાના ખેંટવા ગામ ખાતે બાબુભાઈ દેસાઈ નામના ખેડૂતના ખેતરમાં માછલીઓનો વરસાદ થયો હતો. ખેડૂતનો દાવો છે કે વરસાદની સાથે સાથે તેમના ખેતરમાં નાની માછલીઓનો પણ વરસાદ થયો હતો. એક હકીકત એવી પણ સામે આવી છે કે જે ખેતરમાં માછલીઓનો વરસાદ થયો છે