અમદાવાદમાં મેઘરાજાની વીજળીના ચમકારા સાથે એન્ટ્રી બાદ આ શહેરોમાં 20 જૂન સુધી વરસાદ મચાવશે ધૂમ - khabarilallive
     

અમદાવાદમાં મેઘરાજાની વીજળીના ચમકારા સાથે એન્ટ્રી બાદ આ શહેરોમાં 20 જૂન સુધી વરસાદ મચાવશે ધૂમ

ગુજરાતભરમાં આજે અનેક જગ્યાએ વરસાદી માહોલ જામ્યો છે. આર્થિક પાટનગર અમદાવાદમાં પણ મોડી રાત્રે કડાકા ભડાકા સાથે વરસાદ વરસ્યો હતો. પહેલા વરસાદમાં ન્હાવા માટે શહેરીજનો રસ્તા પર આવી ગયા હતા તો કેટલાકે સોસાયટીના ધાબા પર ચાલુ વરસાદે છબછબિયાં કર્યા હતા.

અમદાવાદમાં લગભગ 45 મિનિટ જેટલો વરસાદ પડયો હતો. વીજળીના ચમકારા પણ સતત જોવા મળ્યા હતા. અડધો ઈંચ જેટલા વરસાદમાં જ થોડા સમય માટે નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયા હતા તો કેટલીક જગ્યાએ ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. ભારે ઉકળાટ બાદ વરસાદ વરસતા શહેરના વાતાવરણમાં ઠંડક પ્રસરી છે.

15થી 20 જૂન સુધીમાં વરસાદની સંભાવના 
નૈઋત્યનું ચોમાસુ ગુજરાત તરફ આગળ વધ્યું છે. ગુજરાતમાં તારીખ 15થી 20 જૂન સુધીમાં વરસાદની સંભાવના વ્યક્ત કરવામાં આવી છે.  તારીખ 13થી 14 જૂન સુધી સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં વરસાદ વરસી શકે છે.

તો તારીખ 16થી 18 જૂન સુધીમાં દક્ષિણ ગુજરાતમાં વરસાદની સંભાવના સેવવામાં આવી છે. તારીખ 15 જૂન બાદ ગુજરાતમાં છુટો-છવાયો વરસાદ ચાલું રહેશે. ચાર દિવસ સુધીમાં નૈઋત્યનું ચોમાસુ ગુજરાત પહોંચવાની સંભાવના છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *