વરસાદને લઈને ગુજરાત રાજ્યના વાસી ઓ માટે સારા સમાચાર 2 દિવસ આ શહેરોમાં થશે રેલમછેલ

વરસાદને લઈને રાજ્યવાસીઓ માટે સારા સમાચાર છે. રાજ્યમાં ટૂંક સમયમાં ગરમીમાંથી રાહત મળશે. 48 કલાકમાં દક્ષિણ ગુજરાતમાં ચોમાસાની અસર જોવા મળશે. હવામાન વિભાગે વરસાદને લઈને આગાહી કરી છે. આગામી 2 દિવસ પુરા દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં કેટલાક વિસ્તારમાં વરસાદ પડશે. સૌરાષ્ટ્રમાં ભાવનગર.

અમરેલી ગીર સોમનાથ અને રાજકોટમાં વરસાદી માહોલ રહેશે તો અમદાવાદ અને ગાંધીનગરમાં પણ વરસાદી માહોલ રહી શકે છે. રાજ્યમાં કેટલાક વિસ્તારમાં ઠંડર સ્ટ્રોમ એક્ટિવિટી પણ રહેશે. ભેજ વાળા પવનને લઈને વરસાદી માહોલ રહેશે. વાતાવરણ બદલાતા તાપમાનમાં 2 ડિગ્રી જેટલો ઘટાડો થશે. તાપમાન ઘટતા અને વરસાદ પડતાં લોકોને ગરમી માંથી મળશે રાહત

અમરેલીના સાવરકુંડલા તાલુકામાં સતત ચોથા દિવસે મેઘમહેર થઈ છે. વીજપડી ગામમાં મેઘરાજાએ ધમાકેદાર એન્ટ્રી કરી. ચોથા દિવસે પણ સાવરકુંડલાના ગ્રામીણ વિસ્તારોમાં વરસાદ થતાં ખેડૂતોમા ખુશીનો માહોલ છવાઈ ગયો છે. વીજપડી, ગોરડકા, ખડસલી, ભમર, છાપરી સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં  વરસાદના કારણે વાતાવરણમાં ઠંકક પ્રસરી ગઈ છે.

જૂનાગઢમાં પણ વરસાદના વાવડ છે. આઝાદ ચોક વિસ્તારમાં હળવો વરસાદ પડ્યો છે. જેના કારણે બફારાથી આંશિક રાહત મળી છે. જૂનાગઢમાં  વહેલી સવારથી વાદલછાયું વાતાવરણ હતું. ભેંસાણા તાલુકાના અલગ અલગ વિસ્તારમાં ગાજવીજ સાથે વરસાદના અહેવાલ છે.

વલસાડ જિલ્લા ના ધરમપુર માં વરસાદ ની ધમાકેદાર એન્ટ્રી થઈ છે. ધરમપુર ના અલગ અલગ વિસ્તારમાં વરસાદ શરૂ થયો છે. કેરીની સિઝન ના છેલ્લા સમયે વરસાદ આવતા અને કેરી મોડી આવતા હાલ કેરી ના ખેડૂતો ની ચિંતા વધી છે, જયારે અન્ય પાક લેતા ખેડૂતો એ જમીન ખેડવાની શરૂઆત કરી હતી. કપરાડા , નાનાપોઢા, પારડી, ,ચીવલ ,અરનાલા વિસ્તાર વરસાદ છે. વરસાદી માહોલ ને પગલે રસ્તા પાણી પાણી થયા છે.

કવાંટના વાતાવરણમાં પલટો આવ્યો છે. વીજળીના કડાકા ભડાકા સાથે ભારે વરસાદ આવ્યો છે. મેઘરાજાની પધરામણીથી લોકોમાં આનંદ છવાઈ ગયો.જેતપુર પંથકના વાતાવરણ પલટો આવ્યો છે. સવારે અસહ્ય ઉકળાટ બાદ વરસાદી છાંટા પડ્યા છે. સરધારપુર સહિતના ગામોમાં વરસાદી છાંટાના અહેવાલ છે. જેતપુરમાં રબારીકા રોડ વિસ્તારમાં વરસાદી ઝાપટું પડ્યું છે, જેતપુર શહેરમાં વરસાદી છાટા પડી રહ્યા છે. ગ્રામ્ય વિસ્તારના

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *