ગુજરાતના આ શહેરમાં થયો ધોધમાર વરસાદ મેઘરાજાની એન્ટ્રી થતાંજ આ ગામ માં વહેતી નદી જેઉ દૃશ્ય સર્જાયું
હવામાન વિભાગે ગઇકાલનાં રોજ રાજ્યમાં 5 દિવસ સુધી સતત વરસાદની આગાહી કરી છે. ત્યારે આજ રોજ રાજ્યના અનેક વિસ્તારોમાં વરસાદ મન મૂકીને વરસ્યો છે. જેના લીધે વાતાવરણમાં ઠંડક પ્રસરાતા લોકોને ગરમીથી ભારે રાહત મળી છે. ત્યારે અહીં જોઇશું કે આજ રોજ રાજ્ય (ગુજરાત) ના કયા-કયા વિસ્તારોમાં મેઘો મન મૂકીને વરસ્યો.
અત્રે તમને જણાવી દઇએ કે, આજ રોજ મુંબઈમાં દક્ષિણ-પશ્ચિમ ચોમાસું પહોંચી ગયું છે. આજે દક્ષિણ પશ્ચિમ ચોમાસું 11 મધ્ય અરબી સમુદ્રના બાકીના ભાગો અને કોંકણના મોટાભાગના ભાગો (મુંબઈ સહિત), ગુજરાત રાજ્યના ભાગો, મધ્ય મહારાષ્ટ્રના કેટલાંક ભાગો અને કર્ણાટકના કેટલાંક ભાગોમાં આગળ વધ્યું છે. ત્યારે ગુજરાતમાં આજે જુઓ કઇ-કઇ જગ્યાએ વરસાદ વરસ્યો?
વલસાડ જિલ્લાના ધરમપુરમાં વરસાદની ધમાકેદાર એન્ટ્રી થઇ છે. ધરમપુરના અલગ-અલગ વિસ્તારમાં વરસાદ શરૂ થઇ ગયો છે. જેના લીધે લોકોને અસહ્ય બફારાથી ઘણી રાહત મળી છે.
નસવાડીના દામણીયાઆંબા,ભગીયા વાડ, ઘૂંટીયા આંબા, કડુલી મહુડી ગામડામાં વરસાદી ઝાપટું થયું. જેના લીધે વરસાદના આગમનથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જામ્યો છે. સિઝનના પ્રથમ વરસાદની શરૂઆતથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાઇ ગયો છે.
ગીરગઢડા તાલુકામાં મેઘરાજાએ કરી ધમાકેદાર એન્ટ્રી કરતા ધરતીપુત્રોમાં ખુશી જોવા મળી રહી છે. છેલ્લાં બે દિવસથી અસહ્ય ઉકળાટ અને ગરમી બાદ વાવણીલાયક વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીની લહેર છવાઇ ગઇ છે.
જેતપુર પંથકમાં અસહ્ય ઉકળાટ બાદ જેતપુરનાં ગ્રામ્ય વિસ્તારમાં ધીમી ધારે વરસાદ વરસતા લોકોમાં ખુશી જોવા મળી રહી છે. જેતપુર પંથક ગ્રામ્ય વિસ્તારોમાં ધીમી ધારે વરસાદ વરસ્યો. પેઢલા સહિતનાં ગામોમાં વરસાદ વરસતા લોકોને અસહ્ય બફારાથી રાહત મળી છે.
અમરેલીના સાવરકુંડલા સાથેના ગ્રામ્ય વિસ્તારોમાં સતત ચોથા દિવસે પણ ધોધમાર વરસાદ વરસ્યો છે. સાવરકુંડલા તાલુકાનાં અનેક ગામોમાં વરસાદ વરસ્યો હતો. સાવરકુંડલાના વીજપડી ગામમાં ધોધમાર વરસાદ વરસતાં રોડ-રસ્તા તેમજ શેરીઓમાં પાણી ફરી વળ્યાં હતાં. તો જૂનાગઢમાં પણ ગાજવીજ સાથે વરસાદ વરસ્યો છે.
જૂનાગઢ જિલ્લાના માળીયા હાટીના તાલુકામાં ધોધમાર વરસાદ થયો છે. જેના કારણે ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. આ સાથે વરસાદ થવાથી લોકોને અસહ્ય બફારામાંથી પણ છૂટકારો મળ્યો છે. જિલ્લાના અન્ય ગામ્ય વિસ્તારમાં પણ સવારથી જ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે. જેને કારણે ખેડૂતો આકાશ સામે મીટ માંડીને બેઠા છે.