તારક મેહતા સિરિયલ માં દયાબેન ના સ્વાગત ની તૈયારી થતા તારક મેહતા બાદ વધુ એક વ્યક્તિ છોડી રહ્યા છે આ શો - khabarilallive    

તારક મેહતા સિરિયલ માં દયાબેન ના સ્વાગત ની તૈયારી થતા તારક મેહતા બાદ વધુ એક વ્યક્તિ છોડી રહ્યા છે આ શો

ઘણા સમયથી  આ સિરિયલના કલાકારો એકબાદ એક શૉ ક્વિટ કરી રહ્યા હોવાની વાતો સામે આવી રહી છે. અંજલી બેન, રોશન સિંઘ સોઢી, અને હવે તારક મહેતાએ શૉ ક્વિટ કર્યો હોવાની અટકળો વહી રહી છે. આ બધા વચ્ચે એક વાત એવી પણ સામે આવી કે શૉમાં દયાની એન્ટ્રી થશે. પરંતુ વધુ એક શોકિંગ ન્યૂઝ એ પણ જાણવા મળ્યા છે કે શૉના વધુ એક કેરેક્ટરે આ શૉ છોડવાનું મન બનાવી લીધુ છે.

રાજ અનડકટ  તારક મહેતા કા ઉલ્ટા ચશ્માને અલવિદા કહેવા જઇ રહ્યા છે તેવી માહિતી મળી છે. રાજ  આ શૉમાં ટપ્પૂનો રોલ પ્લે કરી રહ્યો છે. અને તે છેલ્લા ઘણા સમયથી કોઇ એપિસોડમાં જોવા નથી મળી રહ્યો. એવામાં સવાલ એવા થઇ રહ્યા છે કે શું ટપ્પુએ શો છોડી દીધો ?  લોકોમાં પણ આવો જ સવાલ થઇ રહ્યો છે  જો કે આ વાત કેટલી સાચી તે જાણી શકાયુ નથી પરંતુ બહુ જલ્દી જ આ અંગે સ્પષ્ટતા થઇ શકે છે. 

તારક મહેતા કા ઉલ્ટા ચશ્માના ઘણા કલાકારો આ શો છોડી ચૂક્યા છે. પછી ભલે તે સોઢીનો રોલ કરનાર ગુરચરણ સિંહ હોય, બાવરીનો રોલ કરનાર મોનિકા ભદૌરિયા હોય કે પછી આ શોમાં અંજલિ મહેતાની ભૂમિકા ભજવતી નેહા મહેતા હોય. આ સિવાય સોનુના પાત્રમાં 2 ચહેરા બદલવામાં આવ્યા છે.  જ્યારે ટપ્પૂનો રોલ નિભાવનાર ભવ્ય ગાંધી બાદ રાજઅનડકટે ટપ્પૂના પાત્રને નિભાવી રહ્યા છે.  

આસિત કુમાર મોદીએ કહ્યું હતું કે શૉમાં દયાબેન વાપસી કરવા જઈ રહ્યા છીએ. મેકર્સે જે પ્રોમો શેર કર્યો હતો. તેમાં જોઈ શકાય છે કે દયાબેનનો ઓનસ્ક્રીન ભાઈ સુંદરભાઈ પોતાના જીજીજી જેઠાલાલને ખુશખબરી આપે  કે બહેન આવી ગઈ છે. ગોકુલધામ સોસાયટીમાં દયાબેન પગ મુકે છે જે પ્રોમોમાં જોઈ શકાય છે. ફેન્સ તો આ પ્રોમો જોઇને ઉત્સાહિત થઇ ગયા છે.  છેલ્લા ઘણા સમયથી દયાબેનની રાહ જોવાતી હતી તે ઇંતજાર હવે એક ટ્વિસ્ટ સાથે પુરો થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *