હવામાન આગાહી વરસાદના છાંટા તો આવ્યા પણ ગુજરાત ને હજી જોવી પડશે ચોમાસા ની આટલા દિવસ સુધી રાહ - khabarilallive
     

હવામાન આગાહી વરસાદના છાંટા તો આવ્યા પણ ગુજરાત ને હજી જોવી પડશે ચોમાસા ની આટલા દિવસ સુધી રાહ

કેરળમાં ચોમાસું બેસી ગયા બાદ તેની આગળ વધવાની ઝડપ ઘટી છે. આ જ કારણે રાજ્યમાં ચોમાસાનું આગમન મોડું થઈ શકે છે. હાલ કોઈ સિસ્ટમ સક્રિય ન હોવાથી રાજ્યમાં પ્રી-મોન્સૂન માટે પણ રાહ જોવી પડી શકે છે.

સામાન્ય રીતે કેરળમાં વરસાદના આગમન બાદ 15થી 18 દિવસમાં ચોમાસાનું આગમન થતું હોય છે. આ વર્ષે કેરળમાં 29મી મેના રોજ વિધિવત રીતે ચોમાસાનું આગમન થયું છે. એ રીતે ગુજરાતમાં 15 જૂનની આસપાસ વરસાદ પડવાની શરૂઆત થવી જોઈએ.

ખેડૂતોએ ચોમાસાના આગમનની રાહ જોવી પડી શકે છે, કારણ કે વરસાદ માટે હાલ કોઈ સિસ્ટમ સક્રિય નથી. આ જ કારણે ચોમાસું મુંબઈ સુધી પણ પહોંચ્યું નથી. બીજી તરફ રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે. બફારો પણ વધી રહ્યો છે. રાજ્યમાં પશ્ચિમ દક્ષિણ પશ્ચિમના પવનો ફૂંકાઈ રહ્યા છે. ગરમ પવન ફૂંકાવાની સાથે ભેજ પણ આવે છે.

રાજ્યમાં વાતાવરણ સૂકું રહેશે. જોકે, આઠમી જૂનથી 11 જૂનના રોજ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં થન્ડર સ્ટોર્મ એક્ટિવિટી થશે. સુરત, નવસારી, વલસાડ તેમજ ભાવનગર અને અમરેલીમાં 30થી 40 કિલોમીટર ઝડપે પવન ફૂંકાશે અને સામાન્ય વરસાદ પણ થવાની શકયતા છે. જોકે, ચોમાસા માટે રાહ જોવી પડશે.

હવામાન વિભાગનું કહેવું છે કે, રાજ્યમાં વાતાવરણ સૂકું રહેશે. દક્ષિણ ગુજરાતમાં આઠ જૂનના થન્ડર સ્ટોર્મ એક્ટિવિટી થશે. જેના કારણે સામાન્ય વરસાદની શકયતા છે. સૌરાષ્ટ્રમાં અમરેલી, ભાવનગરમાં પણ થન્ડર સ્ટોર્મ એક્ટિવિટી થશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *