એક પછી એક મોત થી ઇન્ડસ્ટ્રીમાં ખડભળાટ સિદ્ધિ મુશેવાલા બાદ આ સિંગર નું પણ સંકાસ્પદ મોત
કોલકાતા પોલીસે બોલિવૂડ સિંગર કેકે (53)ના મો તનો કેસ નોંધ્યો છે. કોલકાતાના ન્યુ માર્કેટ પોલીસ સ્ટેશનમાં સિંગરના અસામાન્ય હાલતમાં મોતનો કેસ નોંધવામાં આવ્યો છે. મંગળવારે રાત્રે પોતાનો શો કર્યા બાદ કેકે ગ્રાન્ડ હોટેલ પહોંચ્યા હતા જ્યાં તેમની તબિયત લથડી હતી.
આ પછી તેને ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો જ્યાં ડોક્ટરોએ તેને મૃ ત જાહેર કર્યો હતો. સૂત્રોનું કહેવું છે કે હોટલ પહોંચ્યા પછી કેકેની તબિયત સારી ન હતી. સૂત્રોનું એમ પણ કહેવું છે કે કેકે જ્યાં રોકાયો હતો તે હોટલના રૂમમાં તે પડી ગયો હતો. તેના માથા અને હોઠ પર ઈજાના નિશાન મળી આવ્યા હતા.
કેકેના ચાહકો આઘાતમાં છે
ગાયકના મૃ ત્યુના સમાચારથી બોલિવૂડ અને તેના ચાહકો આઘાતમાં છે. વડા પ્રધાન નરેન્દ્ર મોદી, પશ્ચિમ બંગાળના મુખ્ય પ્રધાન સહિત ઘણા નેતાઓએ કેકેના નિધન પર ઘેરા શોકની લાગણી વ્યક્ત કરી છે. સિંગરના મો તનું કારણ શું હતું, પો સ્ટમોર્ટમ રિપોર્ટ બાદ ખબર પડશે.
પોલીસ હોટલ સ્ટાફની પૂછપરછ કરશે
કેકેને બોલિવૂડના સૌથી પ્રતિભાશાળી ગાયકોમાંના એક ગણવામાં આવતા હતા. બુધવારે કોલકાતાની SSKM હોસ્પિટલમાં સિંગરના મૃતદેહનું શબપરીક્ષણ કરવામાં આવનાર છે. પોલીસ હોટલના સીસીટીવી ફૂટેજની તપાસ કરશે અને હોટેલ સ્ટાફ અને શોનું આયોજન કરનારા લોકોની પૂછપરછ કરશે.
કેકે હિન્દી સહિત ઘણી ભાષાઓમાં ગીતો ગાયા છે. લોકો તેનો અવાજ ખૂબ પસંદ કરે છે. તેણે ગુલઝારની ફિલ્મ ‘માચીસ’માં ‘છોડ આયે હમ’ ગીતને પોતાનો અવાજ આપ્યો હતો. આ પછી વર્ષ 1999માં આવેલી ફિલ્મ હમ દિલ દે ચૂકે સનમનું ગીત ‘તડપ તડપ કે’ ઘણું ફેમસ થયું હતું.
પીએમ મોદીએ ઊંડું દુઃખ વ્યક્ત કર્યું
કેકેના નિધનની જાણકારી મળતા જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ટ્વીટ કર્યું. તેમના ટ્વિટમાં, PM એ કહ્યું, “KK તરીકે જાણીતા ગાયક કૃષ્ણકુમાર કુન્નાથના અકાળ અવસાનથી દુઃખી છું. તેમના ગીતોમાં લાગણીઓની વિશાળ શ્રેણી દર્શાવવામાં આવી હતી, જે તમામ વય જૂથોના લોકો સાથે જોડાયેલી હતી. અમે તેમને તેમના ગીતો દ્વારા હંમેશા યાદ રાખીશું. તેમના પરિવાર અને ચાહકો પ્રત્યે સંવેદના. ઓમ શાંતિ!