પિતાના કારણે તમીનલાડુ માં જન્મેલી દીકરી થઇ જાતી અને ધર્મથી મુક્ત કોઈ કાસ્ટ નઈ કોઈ ધર્મ નઈ નું મળ્યું સર્ટીફીકેટ

સીડ્રેપ્સ એજ્યુકેશનલ એન્ડ ચેરીટેબલ ટ્રસ્ટના સ્થાપક નરેશે કહ્યું કે તેઓ નથી ઈચ્છતા કે તેમની પુત્રી કોઈ ધર્મ કે જાતિથી બંધાય. ભગવાનનો પ્રેમ અમારી પૂત્રી માટે હશે, તેણે કહ્યું. આ પ્રેમ સમાનતા પર આધારિત હશે. તેમણે કહ્યું કે શૈક્ષણિક સંસ્થાઓએ પણ વિદ્યાર્થીઓને પ્રેમ અને સમાનતા શીખવવી જોઈએ.

તેણે કહ્યું કે હું જે સ્કૂલોમાં દીકરીના એડમિશન માટે ગયો હતો, ત્યાં કહેવામાં આવ્યું કે ધર્મ અને જાતિની કોલમ જરૂરી છે. આ કૉલમ ભર્યા વિના અરજીઓ સ્વીકારી શકાતી નથી. પરંતુ 1973માં એક સરકારી આદેશ જણાવે છે કે બાળકોને શાળાઓમાં પ્રવેશ આપતી વખતે ધર્મ અને જાતિનો ઉલ્લેખ કરવો ફરજિયાત નથી.

જો ધર્મ કે જાતિનો ઉલ્લેખ ન હોય તો આ કોલમ ખાલી રાખવા દો.તમિલનાડુ રાજ્યના શિક્ષણ વિભાગે, 1973 અને 2000 ના બે અલગ-અલગ આદેશોમાં, શાળા શિક્ષણ નિયામકને નિર્દેશ આપ્યો કે જો લોકો ધર્મ અથવા જાતિનો ઉલ્લેખ ન કરે તો તેઓ આ કૉલમ ખાલી છોડી શકે.

નરેશેબાળકી કોઈપણ સરકારી અનામત અથવા વિશેષાધિકાર માટે અયોગ્ય બની જશે કોઈમ્બતુરના જિલ્લા કલેક્ટર, જીએસ સમીરનનો સંપર્ક કર્યો, જેમણે તેને કોઈમ્બતુર ઉત્તરના તહસીલદારનો સંપર્ક કરવા કહ્યું.

આ એફિડેવિટ આપ્યા પછી, તહસીલદારે કહ્યું કે આ પ્રમાણપત્ર પછી તેમની પુત્રી જાતિ અને ધર્મના આધારે કોઈપણ સરકારી અનામત અથવા વિશેષાધિકાર માટે અયોગ્ય બની જશે. બાળકના પિતાએ સોગંદનામું જમા કરાવ્યું, ત્યારબાદ આ પ્રમાણપત્ર આપવામાં આવ્યું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *