ખેડૂતો માટે વાવણીને લઇને અને વરસાદને લઈને હવામાન વિભાગની મોટી આગાહી - khabarilallive

ખેડૂતો માટે વાવણીને લઇને અને વરસાદને લઈને હવામાન વિભાગની મોટી આગાહી

કાળઝાળ ગરમી વચ્ચે હવે  તો બસ વરસાદની જ રાહ જોવાઇ રહી છે. જો કે હજી બે દિવસ  બફારો રહેશે અને તાપમાનમાં સામાન્ય વધારો થશે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. પરંતુ ખેડૂતો માટે હવામાન વિભાગે રાહતના સમાચાર આપ્યા છે. હવામાન વિભાગે વરસાદને લઇને આગાહી કરતા જણાવ્યુ કે આ વર્ષે વાવણી લાયક વરસાદ થશે. 

ગુજરાતમાં વાવણી લાયક વરસાદ પડશે હજી જોવા મળ્યુ નથી. પરંતુ આગાહી મુજબ 15 જૂનથી વરસાદ આવી શકે છે. ત્યારે હવામાન વિભાગે આાગહી કરી કે ગુજરાતમાં આ વર્ષે વાવણી લાયક વરસાદ થશે. ગુજરાતમાં  ચોમાસુ  આ વર્ષે સારુ રહેશે.  

જૂન મહિનામાં ચોમાસું સત્તાવાર રીતે ગુજરાતમાં બેસી જશે અને જૂન મહિનામાં જ સામાન્ય વરસાદથી ચોમાસાની શરૂઆત થશે. ચોમાસુ 1 જૂનથી બેસવાથી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં 2 દિવસ કાળઝાળ ગરમીનો પ્રકોપ જોવા મળશે. તો સમગ્ર દેશમાં પણ  ચોમાસુ સારૂં રહેવાની સંભાવના વ્યક્ત કરી. દેશમાં 103 ટકા જેટલો વરસાદ પડવાની સંભાવના છે તેમ જણાવ્યું હતું.

વાતાવરણ જોવા મળી રહ્યું છે. એવામાં હવામાન વિભાગ પણ ચોમાસાને લઇને સતત આગાહી કરી રહ્યું છે. ત્યારે હવામાન વિભાગે ચોમાસાને લઇને આગાહી કરતા જણાવ્યું કે, ‘આજે કેરળમાં વરસાદ વરસી શકે છે.

તો ગુજરાતમાં 1 અને 2 જૂનના રોજ ગરમીમાં વધારો થશે. રાજ્યમાં પ્રિ-મોનસૂન એક્ટિવિટી અસર નહિવત  જોવા મળી રહી છે. પરંતુ રાજ્યમાં બે દિવસ બાદ વાતાવરણમાં પલટો આવી શકે છે. જ્યારે રાજ્યમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં વાદળછાયું વાતાવરણ રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *