અમદાવાદમાં એરપોર્ટ પર બની એવી ઘટના વિમાન 10 ફૂટ ઉપર જતાજ ઉતર્યુ નીચે ટરી મોટી દુર્ઘટના

ખરાબ વાતાવરણમાં સપડાતાં હવાનું પ્રેશર વધી ગયું હતું અને જેના કારણે એક પ્રકારનું આકાશમાં એર પોકેટ બનતા એક સાથે  નવ મુસાફરોની તબિયત લથડી ગઈ હતી. જેના કારણે આ ફ્લાઈટને તાકીદે અમદાવાદ એરપોર્ટ પર સોમવારે મોડી રાતે ઇમરજન્સી લેન્ડિંગ કરવુ પડયું હતું. 

પ્રાપ્ત થતી વિગતો મુજબ સોમવારે ફરીથી દિલ્હીમાં અચાનક ખરાબ વાતાવરણથી ફ્લાઇટોને લેન્ડિંગ ક્લિયરન્સ ન મળતા ટોરન્ટોથી દિલ્હી આવતી ફ્લાઇટને અમદાવાદ ડાઇવર્ટ કરવી પડી હતી. આ ફ્લાઇટને હવામાં ખરાબ પરિસ્થિતિનો સામનો કરવો પડયો હતો. ફ્લાઇટ ૩૦ હજાર ફુટ પરથી સીધી ૧૨ હજાર ફુટ નીચે આવી જતા સવાર મુસાફરો રીતસરના ગભરાઈ ગયા હતા. કેપ્ટને ક્રુને તમામ મુસાફરોને સીટ બેલ્ટ બાંધવા માટે એનાઉન્સમેન્ટ કરાયું હતું.

બીજીતરફ કમનસીબી એ પણ હતી કે આજ સમયે દિલ્હીમાં ખરાબ વાતાવરણથી ફ્લાઈટ લેન્ડ ન થતા રાતે ૧૨ વાગે ફ્લાઇટને અમદાવાદ ડાઇવર્ટ કરવામાં આવી હતી. એરપોર્ટ પર ફ્લાઈટ લેન્ડ થાય તે પહેલાં કેપ્ટને અમદાવાદ એર ટ્રાફિક કંટ્રોલર(એટીસી) ને એક સાથે નવ જેટલા મુસાફરોની મેડિકલ ઇમરજન્સીનો મેસેજ આપ્યો હતો. ફ્લાઇટ લેન્ડ થાય તે પહેલા રેમ્પ પર એમ્બ્યુલન્સ તૈનાત કરી દેવામાં આવી હતી.

તમામ મુસાફરોને ફ્લાઈટમાંથી નીચે ઉતારી સાત જેટલા શ્વાસ લેવામાં પડી રહેલી તકલીફથી પ્રાથમિક ઈલાજ કરવામાં આવતા તમને હોસ્પિટલ લઈ જવાની જરૃર પડી ન હતી પણ બાકીના બે મુસાફરોની હાલત થોડી ગંભીર જણાતા એપોલો હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા.

જેમાં ૫૨ વર્ષના ફિરોઝ ખાન અને ૨૪ વર્ષીય મહિલા ફોરેનર ક્રુ સુલનને મોડી રાતે સારવાર અર્થે એપોલો હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા હતા. અમદાવાદ એરપોર્ટ પરથી એર કેનેડાની આ ફ્લાઈટ આજે સાંજે રવાના થઈ હતી.

યુનાઇટેડ એરલાઇન્સની ન્યુયોર્કથી દિલ્હી આવતી ફ્લાઇટમાં સવાર મહિલા મુસાફર કામજુલા શ્રીનિવાશન ખેંચ આવતા દોડધામ મચી હતી જેથીફ્લાઈટ માં સવાર અન્ય મુસાફરો પણ ગભરાઈ ગયા હતા. આ ઘટનાની જાણ ઓનબોર્ડ ક્રુએ કેપ્ટનને કરતા ફ્લાઈટ અમદાવાદ એરપોર્ટ પર ડાઇવર્ટ કરી રાતે ૧૧ઃ૩૫ કલાકે ઇમરજન્સી લેન્ડિંગ કરવામાં આવ્યું હતું.

 

એટીસીને આપેલા મેડિકલ ઇમરજન્સીથી એરપોર્ટ પર એમ્બ્યુલન્સ અને મેડિકલ ટીમ ફ્લાઈટ આવે તે પહેલાં ગોઠવાઈ ગઈ હતી અને મહિલા મુસાફરને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી.

દિલ્હીમાં ખરાબ વાતાવરણની અસર જયપુરમાં પણ જોવા મળતા સોમવારે મોડી રાતે ત્રણ ડોમેસ્ટિક ફ્લાઇટોને ડાઇવર્ટ કરવામાં આવી હતી. જેમાં સ્પાઇસજેટ વારાણસી જયપુર, ઈન્ડિગો સુરત જયપુર, એર ઈન્ડીયાની ચેન્નાઇ દિલ્હી ૧૧થ૫૦ ઈન્ડિગો દિલ્હી જયપુર ૧૨ કલાકે અને હૈદરાબાદ જયપુર ૧૨.૧૫ કલાકે ડાઈવર્ટ કરવામાં આવતા મુસાફરો ભારે હાલાકીમાં મુકાયા હતા. અમદાવાદ એરપોર્ટ પર મોડી રાતે એરટ્રાફિક સર્જાયો હતો.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *