આણંદ બરોડા સહીત ગુજરાત ના 4 શહેરો માં આકાશ માંથી વર્ષેલા ગોળા નું સત્ય આવી ગયું સામે - khabarilallive
     

આણંદ બરોડા સહીત ગુજરાત ના 4 શહેરો માં આકાશ માંથી વર્ષેલા ગોળા નું સત્ય આવી ગયું સામે

આણંદ અને ખેડા જિલ્લા બાદ સાયલા તાલુકામાં થોડાક દિવસ પહેલાં આકાશમાંથી વરસેલા ગોળા વિશે આખા દેશમાં ભારે ભારે કુતુહલ જોવા મળ્યું હતું. દરમિયાન, સમગ્ર બનાવ બાબતે પોલીસ દ્વારા અને એફએસએલ દ્વારા તપાસ હાથ ધરાઈ રહી છે.

બીજી તરફ સમગ્ર બનાવની નોંધ વિશ્વભરના ખગોળશાસ્ત્રીઓ દ્વારા લેવામાં આવી હતી. જેમાં ખગોળીય ઘટનાઓ પર સંશોધન કરનારા અને હાર્વડ યુનિવર્સિટી સાથે સંલગ્ન દિગ્ગજ ખગોળશાસ્ત્રી જોનાથન મેક્ડોવ્લે ચોંકાવનારો દાવો કર્યો છે.

ખગોળશાસ્ત્રી જોનાથન મેક્ડોવ્લે પોતાના સંશોધન બાદ મેટલ બોલ ચીનનો હોવાનો દાવો કર્યો હતો અને આ મામલે તેમણે ટ્વીટ પણ કર્યું હતું. તેમણે ટ્વીટ કરી જણાવ્યું હતું કે, ચીન દ્વારા વર્ષ 2021ના સપ્ટેમ્બરમાં 5500 કિલોનું પે લોડ ચેંગ ઝેંગ 3બી નો સીરીયલ y86 ના રોકેટને લોન્ચ કરવામાં આવ્યું હતું. આ રોકેટ જીઓસ્ટેશનરીની ભ્રમણકક્ષામાં ત્રીજા સ્ટેજના પ્રવેશ દરમિયાન ખોટી ગણતરી કરવાને પગલે તૂટી પડ્યું હતું.

તેમણે લખ્યું કે, એવું નથી હોતું કે તે જાણી જોઈને ફેંકવામાં આવતું હોય છે. પરંતુ તેને જ્યારે અંતરિક્ષમાં મોકલવામાં આવે ત્યારે પ્રથમ વખત, બીજી વખત અને ત્રીજી વખત એમ ત્રણ સ્ટેજમાં તેને મોકલવામાં આવે છે. જેટલી દૂર વખત તેને છોડવાનું હોય એટલી વખત તેના સ્ટેજ તૈયાર કરાતા હોય છે.

દરમિયાન, અનેક વખત તે પ્રથમ કે બીજી વખતમાં પરિક્રમા કરવાને બદલે તૂટીને નીચે પડતાં હોય છે. પૃથ્વીના વાતાવરણમાં સેટેલાઈટનો ભંગાર 0900-1200UTC એટલે કે, ભારતીય સમય પ્રમાણે બપોરે 2.30થી 5.30ના સમયે પ્રવેશ કર્યો હોઈ શકે છે.

આગળ તેઓ જણાવે છે કે, આ મેટલ બોલ ખૂબ મોટાં હોય છે અને તેનું વજન પણ અનેક કિલોનું હોય છે. પરંતુ ઘર્ષણને કારણે તે ઘસાઈને આવતા હોય છે. એટલે ક્યારેક એવું પણ બને છે કે, અનેક કાટમાળ તો પૃથ્વી પર આવતા પણ નથી.

પરંતુ ચરોતરમાં પડેલા મેટલ બોલનું વજન અનેક કિલોનું હોઈ શકે છે. પરંતુ તે ઘસાઈને પૃથ્વી પર પડ્યા હોય ત્યારે તેનું વજન પાંચ કિલો હોઈ તેવી સંભાવના હાલ કેટલાંક ખગોળશાસ્ત્રીઓ વ્યક્ત કરે છે.

રોકેટનો માર્ગ બદલાય અથવા ગણતરીમાં ભૂલ થાય ત્યારે આવી ઘટના બને છે. રોકેટ દ્વારા મોકલવામાં આવતા સેટેલાઈટ હંમેશા બે પ્રકારના હોય છે, એક પોલર તથા બીજો જીઓસ્ટેશનરી પોલર. એ સ્પેસના બે પોલની આસપાસ ભ્રમણ કરે છે. જ્યારે જીઓસ્ટેશનરી એ પૃથ્વીની આસપાસ ગોળ-ગોળ ભ્રમણ કરે છે. જ્યારે રોકેટને છોડવામાં આવે છે તેને સ્ટેજ એક કહેવામાં આવે છે. જેમાં રોકેટ ઉપરની તરફ જાય છે.

બીજા સ્ટેજમાં કોઈ સાધનમાં વારંવાર એન્જિન ચાલુ બંધ કરી શકાય એમ રોકેટ માં જુદા જુદા પાર્ટ એક્ટિવ થઈ રોકેટની પાછળથી ધક્કો મારે છે. જ્યારે ત્રીજા સ્ટેજમાં એક વાતાવરણમાંથી બીજા વાતાવરણમાં રોકેટ જતું હોય કેટલાંક ભાગ તેમાંથી ઓટોમેટિક અલગ થઈ જાય છે.

એ કાં તો હવામાં તરતા રહે છે અથવા સમુદ્રમાં તેને પાડવામાં આવે છે. પરંતુ જો સામાન્ય સંજોગોમાં કોઈ કારણસર રોકેટનો માર્ગ બદલાય અથવા તો ગણતરીમાં ભૂલ થાય ત્યારે આવી ઘટના બનતી હોય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *