હવામાન આગાહી બાદ ગુજરાતમાં વરસાદની રાહ જોતા તમામ લોકો માટે વાતાવરણ અંગે મોટો ખુલાશો - khabarilallive
     

હવામાન આગાહી બાદ ગુજરાતમાં વરસાદની રાહ જોતા તમામ લોકો માટે વાતાવરણ અંગે મોટો ખુલાશો

રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે, ત્યારે છેલ્લા બે દિવસથી અહેવાલોમાં 25મીથી દક્ષિણ ગુજરાતમાં વરસાદ અને પ્રી-મોનસૂન એક્ટિવિટી શરૂ થવાની આગાહી કરી હતી. પરંતુ તમને જણાવી દઈએ કે આખરે રાજ્યમાં વાતાવરણમાં આવેલા બદલાવ મામલે હવામાન વિભાગનું સત્તાવાર નિવેદન સામે આવી ગયું છે. જેમાં હવામાન વિભાગે પણ માન્યું છે કે ગુજરાતમાં હાલ વરસાદની કોઈ આગાહી નથી.

રાજ્યમાં હાલ વરસાદની કોઈ શક્યતા જ દેખાતી નથી, જેણા કારણે આગામી સમયમાં હજુ ગુજરાતીઓને કાળઝાળ ગરમીનો સામનો કરવો પડી શકે છે. પરંતુ હા. આગામી 5 દિવસ હવામાન ભેજવાળું રહેતા ગરમીથી રાહત મળશે. હાલ રાજ્યમાં જે સ્થિતિનું નિર્માણ થયું છે તેના પાછળનું કારણ રાજસ્થાન પર લો પ્રેશરથી રાજ્યમાં વાદળછાયું હવામાન બન્યું હોવાનો ખુલાસો કરવામાં આવ્યું છે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે રાજસ્થાન ઉપર લો પ્રેશર ઉદ્દભવ્યું હોવાથી ગુજરાતમાં તેની અસર જોવા મળી રહી છે. જેણા કારણે અમદાવાદ સહિત રાજ્યના અનેક વિસ્તારોમાં ભેજવાળું અને વાદળછાયું વાતાવરણ સર્જાયું છે. હવામાન વિભાગે જણાવ્યું છે કે, પવનની ગતિ 10 થી 15 કિમિ પ્રતિ કલાકની રહી શકે છે. ગુજરાતમાં હાલ વરસાદની કોઇ સંભાવના નથી.

એટલું જ નહીં, તાપમાનમાં 2 થી 3 દિવસ કોઈ મોટો ફેરફાર પણ જોવા મળશે નહીં. પરંતુ હા…2 થી 3 દિવસ બાદ રાજ્યના તાપમાનમાં 1 થી 2 ડિગ્રીનો વધારો થશે. હાલ વાતાવરણમાં ભેજ છે, પરંતુ વરસાદ આવે એટલા પ્રમાણમાં નથી. ગુજરાતમાં વરસાદ આવે એવી હાલ કોઈ સિસ્ટમ ઉદ્દભવી પણ દેખાઈ રહી નથી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *