વરસાદની આગાહી આંધી તુફાન સાથે આ રાજ્યોમાં થશે વરસાદની એન્ટ્રી - khabarilallive    

વરસાદની આગાહી આંધી તુફાન સાથે આ રાજ્યોમાં થશે વરસાદની એન્ટ્રી

ગુજરાતમાં હાલ કાળઝાળ ગરમી પડી રહી છે તેવામાં હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે મોટી આગાહી કરી છે. તેઓની અંદાજા મુજબ રોહિણી નક્ષત્રમાં વરસાદ પડી શકે છે. દેશમાં આંધી-વંટોળ સાથે વરસાદની શકયતા હોવાનો મત તેમણે વ્યક્ત કરતાં કહ્યું છે કે 24મેના રોજ ઉત્તર ગુજરાત, મધ્ય ગુજરાત, સૌરાષ્ટ્રમાં વરસાદ પડી શકે છે. 24મેથી 4 જુન સુધી હવાનું હળવું દબાણ સર્જાશે અને જેમાં અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ વરરસે.

અંબાલાલે આગાહી કરતા જણાવ્યું કે, 24 મેની આસપાસ રાજ્યમાં ગાજવીજ સાથે હળવો વરસાદ પડશે. રાજ્યમાં 24 મેથી 4 જૂન સુધીમાં પ્રિ-મોન્સુન એક્ટિવિટી શરૂ થશે. જો કે, ચોમાસા પહેલાં રાજ્યમાં હળવો ચક્રવાત આવશે. આ સાથે ઉત્તર- મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં 15 જૂન પહેલાં હળવો વરસાદ વરસશે. સૌરાષ્ટ્રના દરિયાકિનારે પણ વરસાદ પહેલાં ચક્રવાત આવશે એવી અંબાલાલ પટેલે આગાહી કરી છે.

હવામાન વિભાગે શું કર્યા વરસાદના વરતારા
રાજ્યના હવામાન વિભાગે અનુમાન લગાવ્યું છે કે, ગુજરાતમાં 10 જૂન બાદ ચોમાસુ દસ્તક દેશે. આ વખતે ચોમાસું આંદામાન-નિકોબાર સુધી પહોંચી ગયું છે. જૂન મહિનાના પ્રારંભે પ્રિ-મોન્સૂન એક્ટિવ થશે. કેરળમાં પણ ચોમાસુ વહેલું આવી જશે. કેરળમાં નિયત સમય 1 જૂન કરતા 5 દિવસ વહેલા ચોમાસું આવશે. તારીખ 27મી મેએ ચોમાસું કેરળ પહોંચશે તેવી પ્રબળ શકયતા રહેલી છે. આ વર્ષે સામાન્ય કરતા પાંચ દિવસ વહેલું પહોંચશે.

કેરળમાં 5 દિવસ વહેલું ચોમાસું બેસશે
ચોમાસાની શરૂઆત સત્તાવાર રીતે કેરળમાં મેઘરાજાના આગમન સાથે થતી હોય છે.  ત્યારે આ વર્ષે કેરળમાં ચોમાસું તેના નિયત સમય 31 મે અથવા 1 જૂન કરતા પાંચ દિવસ વહેલું એટલે કે 27 મેના રોજ પહોંચી જવાની શક્યતાઓ છે. હવામાન વિભાગના આંકલન મુજબ રાજ્યમાં ચોમાસું 15 જૂનની આસપાસ પહોંચી શકે છે.

જો કે, આ ચોમાસું આંદમાન નિકોબારથી કેરળ લઇને ત્યાંથી આગળ કેટલે સુધી પહોંચે છે તેની પર સમગ્ર મદાર રહેલો છે. વર્ષ 2021માં આંદમાન-નિકોબારમાં 21 મેના રોજ ચોમાસું પહોંચ્યું હતું. આ વર્ષે સત્તાવાર રીતે ચોમાસાનું આગમન 16 મેના રોજ થયું છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *