ફરી એક વાર ફિલ્મ ઇન્ડસ્ટ્રી માં દુઃખનો માહોલ આ અદાકારા એ લગાવી ફાંસી
એન્ટરટેઈનમેન્ટ ઈન્ડસ્ટ્રીમાં એક પછી એક ખરાબ સમાચાર સામે આવી રહ્યા છે. હાલમાં જ સાઉથ સ્ટાર શેરીન સેલિન મેથ્યુનું નિધન થયું છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, કેરળના એર્નાકુલમ જિલ્લાના કોચી વિસ્તારમાં રહેતી 26 વર્ષની ટ્રાન્સવુમન મોડલ તેના ભાડાના એપાર્ટમેન્ટમાં મૃત હાલતમાં મળી આવી હતી.
અભિનેત્રીએ આત્મહત્યા કરતી વખતે જેની સાથે કથિત રીતે વિડિયો ચેટિંગ કર્યું હતું, તેણે પોલીસ અધિકારીઓને શેરીનના પગલા વિશે જાણ કરી હતી. જોકે, પોલીસ અધિકારીઓ અભિનેત્રીના ઘરે પહોંચ્યા ત્યાં સુધીમાં શેરીને પંખાથી લટકીને આત્મહત્યા કરી લીધી હતી.
મોડલના અકુદરતી મૃત્યુનો કેસ નોંધ્યા બાદ પોલીસે જણાવ્યું હતું કે પ્રાથમિક દૃષ્ટિએ તે આત્મહત્યા હોવાનું જણાય છે અને આ મામલે વિગતવાર તપાસ ચાલી રહી છે. કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં એવો પણ દાવો કરવામાં આવી રહ્યો છે કે શેરીનને કેટલાક મિત્રો સાથે અણબનાવ પણ હતો, જેના કારણે તે ડિપ્રેશનમાં હતી. જો કે તેના મોતનું કારણ હજુ સ્પષ્ટ થયું નથી.