આણંદ નડિયાદ બાદ ફરી ગુજરાતના આ શહેરમાં આકાશ માંથી વરસ્યાં ગોળા જોનારાની આંખો ફાટી રહી

આણંદ, નડિયાદ બાદ હવે વડોદરામાં પણ અવકાશમાંથી ગોળા પડવાની ઘટનાએ કુતૂહલ સાથે રહસ્ય સર્જ્યુ છે. લોકોમાં હવે ડરનો માહોલ છે. હજુ સુધી ગોળા અંગે કોઈ જાણકારી મળી નથી. જેથી ગોળનું રહસ્ય વધુ ઘેરાયું છે. વડોદરાના પોઈચા ગામે ખેતરમાં આકાશમાથી પડેલો પદાર્થ મળી આવ્યો છે.

ખેતરમા અવકાશી પદાર્થ પડતાં તાલુકામાં ચર્ચાનો વિષય બન્યો છે. મધ્ય ગુજરાતમાં અવકાશીય ગોળા પડવાનો સિલસિલો સતત યથાવત છે. ધાતુ જેવા પદાર્થથી બનેલો અવકાશી ગોળા વરસી રહ્યાં છે. સાવલી પોલીસે અવકાશી પદાર્થનો કબજો લીધો છે. સાવલી પોલીસે FSL અને ઊચ્ચ અધિકારીઓને આ વિશે જાણ કરી છે. 

જે બાદ ભૂમેલ ગામમાં પણ આવો જ ગોળો મળી આવ્યો હતો. જેથી લોકો ગભરાઈ ગયા હતા. આ ઘટનાને લઈને લોકોમાં ભય અને દહેશત પ્રસરી જવા પામી હતી. ફએસએલ દ્વારા તપાસ કરવામાં આવી રહી છે. 

ગામમાં પડેલા સ્પેસ પદાર્થ હોવાનું અનુમાન થઈ રહ્યું છે. આ ગોળા વજનમાં બહુ હલકા છે. ફૂટબોલની સાઈઝથી થોડા મોટા અને ગોળાની બંને તરફ મોઢાના ભાગ વેલ્ડીંગ કરાયેલા છે. આ ગોળા ખુબ જ મજબૂત છે. આકાશમાંથી પડવા છતાં આ ગોળાઓ અકબંધ છે કોઈ નુકસાન થયું નથી. જેથી તે વિશેષ ધાતુમાંથી બનાવવામાં આવ્યા હોવાનું અનુમાન છે. 

આ અંગેની ચકાસણી માટે સંબંધિત વિભાગ અને એજન્સીઓને જાણ કરવામાં આવી છે. આકાશમાંથી ભારેખમ ગોળા પડતા કોઇ જાનહાનીની સમાચાર સામે આવ્યા નથી. કારણ કે તે ગોળા ખાલી ખેતરમાં પડ્યા હતા. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *