આ ક્રિકેટના મૃત્યુ થી હરભજન ને સદમો લાગ્યો કહ્યું આટલી જલ્દી જતા રહેશો વિશ્વાસ નથી આવતો
ઓસ્ટ્રેલિયાએ વર્ષ 2022માં ઘણા મોટા ક્રિકેટરો ગુમાવ્યા છે. રોડ માર્શ અને શેન વોર્નનું મૃત્યુ માર્ચમાં થયું હતું. અને શનિવારે, સાયમન્ડ્સનું અવસાન થયું. ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર હરભજન સિંહે પણ પોતાના ટ્વિટર એકાઉન્ટ પર સાયમન્ડ્સના નિધન પર શોક વ્યક્ત કર્યો છે.
હરભજને ટ્વીટ કર્યું, ‘એન્ડ્ર્યુ સાયમન્ડ્સના આકસ્મિક નિધન વિશે સાંભળીને ખૂબ જ દુઃખ થયું. ટૂંક સમયમાં ગયા. પરિવાર અને મિત્રો પ્રત્યે મારી દિલથી સંવેદના. તેમના આત્માની શાંતિ માટે પ્રાર્થના. #RIPSymonds.’
2008માં સાયમન્ડ્સ અને હરભજન વચ્ચેનો ‘મંકીગેટ’ વિવાદ ચર્ચામાં હતો. બોર્ડર-ગાવસ્કર સિરીઝ દરમિયાન ઓસ્ટ્રેલિયામાં મામલો એટલો વધી ગયો હતો કે બંને દેશો વચ્ચેના ક્રિકેટ સંબંધો જોખમમાં મુકાઈ ગયા હતા. સાયમન્ડ્સે હરભજન પર વંશીય ટિપ્પણી કરવાનો આરોપ લગાવ્યો હતો. તેણે કહ્યું હતું કે બંને વચ્ચેની ચર્ચા દરમિયાન હરભજને તેને વાનર કહ્યો હતો. જોકે હરભજને આ વાતને નકારી કાઢી હતી.
વર્ષ 2011માં બંને મુંબઈ ઈન્ડિયન્સના કેમ્પમાં પહોંચ્યા હતા. હરભજને પાછળથી એક ઈન્ટરવ્યુમાં કહ્યું હતું કે મંકીગેટ વિવાદ ઉકેલાયા બાદ સાયમન્ડ્સ તેના ખૂબ સારા મિત્ર બની ગયા હતા. અને જ્યારે તે ઓસ્ટ્રેલિયા જતો ત્યારે તેને અવારનવાર મળતો હતો.