IMD નું એલાન આ તારીખથી મળશે ગરમીથી રાહત આ રાજ્યોમાં પડશે પહેલો વરસાદ
હવામાન વિભાગ એ ગુરુવારે દક્ષિણ પશ્ચિમ ચોમાસું વહેલું શરૂ થવાની આગાહી કરી છે. IMDએ જણાવ્યું કે દક્ષિણ પશ્ચિમ ચોમાસું 15મી મે 2022 ની આસપાસ દક્ષિણ આંદામાન સમુદ્ર અને તેની નજીકના દક્ષિણપૂર્વ બંગાળની ખાડીમાં આગળ વધે તેવી સંભાવના છે.
15 મેના રોજ પ્રથમ મોસમી વરસાદહવામાન વિભાગે જણાવ્યું હતું કે આંદામાન અને નિકોબાર ટાપુઓમાં 15 મેના રોજ પ્રથમ મોસમી વરસાદ થવાની સંભાવના છે. IMDની ચોમાસાની આગાહી રાહતરૂપ છે કારણ કે ભારતના ઘણા ભાગો આકરી ગરમી સામે ઝઝૂમી રહ્યા છે.
વરસાદ સાથે જોરદાર પવન સામાન્ય રીતે, કેરળમાં ચોમાસાની સામાન્ય શરૂઆતની તારીખ 1લી જૂન છે. આંદામાન અને નિકોબાર ટાપુઓમાં આગામી 5 દિવસ દરમિયાન વ્યાપકપણે હળવો/મધ્યમ વરસાદ પડશે. આ વિસ્તારમાં 14-16 મે સુધી ભારે વરસાદની સંભાવના છે. દક્ષિણ આંદામાન સમુદ્રમાં 15 અને 16 મેના રોજ 40-50 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાવાની પણ આગાહી કરવામાં આવી છે.
આસામ અને મેઘાલયમાં 12-16 મે દરમિયાન ભારેથી અતિ ભારે વરસાદની સંભાવના છે.
-અરુણાચલ પ્રદેશમાં 12મી મેના રોજ ભારે વરસાદ અને 13-16મી મે દરમિયાન વિવિધ સ્થળોએ ભારેથી અતિભારે વરસાદ થઈ શકે છે.
આગામી પાંચ દિવસમાં કેરળ, માહે અને લક્ષદ્વીપમાં હળવા વરસાદની વ્યાપક આગાહી કરવામાં આવી છે.-તેલંગાણા, ઉત્તર આંતરિક કર્ણાટક અને તમિલનાડુ, પુડુચેરી અને કરાઈકલમાં આગામી પાંચ દિવસમાં છૂટોછવાયો વરસાદ થવાની સંભાવના છે.