ચોમાસાને લઈને હવામાન વિભાગની આગાહી આ તારીખથી થશે વરસાદનું આગમન ગરમીથી મળશે રાહત
એક તરફ દેશમાં કાળઝાળ ગરમીનો પ્રકોપ જોવા મળી રહ્યો છે. તો બીજી બાજુ હવામાન વિભાગે ચોમાસાને લઇને આગાહી કરી છે. હવામાન વિભાગે આગાહી કરતા જણાવ્યું કે, આ વર્ષે ચોમાસું વહેલા આવવાની શક્યતા છે. 15મેના રોજ ચોમાસું અંદામાન-નિકોબાર પહોંચશે. જ્યારે 26 મેના રોજ ચોમાસુ કેરળ પહોંચશે. આ વર્ષે સામાન્ય કરતા 4 દિવસ વહેલું ચોમાસુ આવશે.
હવામાન વિભાગે જણાવ્યું કે, તારીખ 14થી 16 મે વચ્ચે આંદામાન દ્વીપ સમૂહમાં વરસાદની શરૂઆત થઇ જશે. દેશમાં મધ્યપ્રદેશમાં 16 મેની આસપાસ ચોમાસાની શરૂઆત થઇ જશે. તો 15 મેના રોજ ચોમાસું અંદામાન પહોંચશે જ્યારે 26 મેના રોજ કેરળમાં દસ્તક આપશે. તમને જણાવી દઇએ કે, દેશમાં દક્ષિણી પશ્ચિમ મોનસૂનથી 70 ટકા વરસાદ થાય છે. દેશના 40 ટકા ખેડૂતો ખેતી માટે વરસાદ પર નિર્ભર છે. ચોમાસું પહેલેથી કેરળથી શરૂ થઇને સમગ્ર દેશમાં પહોંચે છે.
કેરળમાં આ વખતે સામાન્ય કરતા 4 દિવસ વહેલું ચોમાસું આવશે નોંધનીય છે કે, છેલ્લાં 15 દિવસથી દેશમાં ભીષણ ગરમી પડી રહી છે. પરંતુ આ વર્ષે વહેલાં ચોમાસાથી લોકોને ગરમીથી રાહત મળશે. આગાહી મુજબ, અંદામાન દ્વીપસમૂહમાં 14થી 16 મે વચ્ચે પહેલો વરસાદ પડશે.
જ્યારે કેરળમાં પણ આ વખતે સામાન્ય કરતા 4 દિવસ વહેલું ચોમાસું આવશે. સામાન્ય રીતે ચોમાસું 1 જૂનની આસપાસ કેરળ પહોંચે છે. પરંતુ આ વર્ષે હવામાન વિભાગનું કહેવું છે કે, આંદામાન-નિકોબાર ટાપુઓમાં આગામી પાંચ દિવસ સુધી હળવાથી મધ્યમ વરસાદની અપેક્ષા છે.